(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.22: ચીખલી પોલીસ મથકના પીઆઇ-એન.એમ.આહીર, પીએસઆઈ-સમીરભાઈ કડીવાલા, એલઆઈબીના કિરણભાઈ પઢેર સહિતની અધ્યક્ષતામાં ચીખલી મહિલા મંડળ હોલ ખાતે ગણેશ આયોજકો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં પીઆઇ સંબોધતા જણાવ્યું હતું કે ગણેશજીની પ્રતિમાના આગમન યાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને આસ્થા, શ્રધ્ધા પૂર્વક ગણેશજીની પ્રતિમાનું આગમન થવં જોઈએ સાથે ટ્રાફિક ન થાય અને પોલીસને પૂરતો સહયોગ આપવા માટે પણ જણાવ્યું હતું. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને આમ લોકોને તકલીફ ન પડે તે માટે આયોજકોને તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.
ચીખલી તાલુકામાં કેટલાક મંડળો દ્વારા ખ્યાતનામ બેન્ડ અને ડિજેના સથવારે વિશાળ આગમન યાત્રા યોજાતી હોય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે સૂચનો કર્યા હતા. સાથે બીલીમોરાના કેટલાક ગણેશ મંડળોને સાથે રાખી જરૂરી સૂચનો કર્યા હતા.