October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના બિલપુડી ગામે દુકાનોમાં જનતા રેડઃ અનેક દુકાનોમાં ઍક્સપાઈરી ડેટના ખાદ્ય પદાર્થો મળ્યા

ગામના જાગૃત યુવાનોએ કરેલી જનતા રેડની કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: ધરમપુરના બિલપુડી ગામે ગામના જાગૃત યુવાનોએ કેટલીક દુકાનોમાં જનતા રેડ કરી હતી. કાર્યવાહીમાં કેટલીક દુકાનોમાંથી એક્‍સપાઈરી ડેટના ખાદ્ય પદાર્થ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
ધરમપુર, કપરાડાના અંતરિયાળ આદિવાસી વિસ્‍તારોમાં વેપારીઓ કેવુ ધુપ્‍પલ ચલાવી રહ્યા છે તેવો લાલબત્તી બતાવતો બનાવ ધરમપુરના બિલપુડી ગામમાં બનવા પામ્‍યો છે. ગામના જાગૃત યુવાનોએ એક દુકાનમાં કોલ્‍ડડ્રીંકની બોટલ ખરીદી હતી, જોયુ તો બોટલ એક્‍સપાયરી ડેટની માલુમ પડી હતી. આથી યુવાનોએ નક્કી કર્યું કે અન્‍ય ખાદ્યપદાર્થો પણ આ રીતે જ વેચાણ થતા હશે તેથી જનતા રેડ પાડવાની કામગીરી હાથ ધરી હતી. ચોંકાવનારી વિગતો પણ સામે આી હતી. અનેક ફૂટ પેકીંગ, ખાદ્ય પદાર્થો એક્‍સપાઈરી ડેટના મળી આવ્‍યા હતા. યુવાનોએ વેપારીઓને ખખડાવી નાખ્‍યા હતા. આ વિસ્‍તારના અભણ આદિવાસીઓને તમે ખુલ્લેઆમ છેતરી રહ્યા છો એમની જીંદગી સાથે ચેડા કરી રહ્યા છો. જે હવે નહી ચલાવાય. અમો ઉચ્‍ચ રજૂઆત કરીને કાયદેસરની કાર્યવાહી કરાવીશું.

Related posts

વલસાડ ધારાસભ્‍ય ભરતભાઈની કથિત વિરુદ્ય ડીએસપીમાં રાવ

vartmanpravah

જ્‍યારે વાપી રેલવે સ્‍ટેશનનું નામ દમણ રોડ હતું

vartmanpravah

લોકોના પ્રશ્નોનું સ્‍થળ ઉપર જ નિરાકરણનો રાજ્‍ય સરકારનો અનોખો કાર્યક્રમ એટલે ‘સ્‍વાગત’

vartmanpravah

દમણમાં આંતર શાળાકીય કબડ્ડી સ્‍પર્ધાનો પ્રારંભ

vartmanpravah

‘યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024′ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિત કુમારની પસંદગી

vartmanpravah

વાપીથી આરોપીઓને નવસારી જેલમાં લઈ જતા ડુંગરી હાઈવે ઉપર એટેક આવતા કોન્‍સ્‍ટેબલનું મોત

vartmanpravah

Leave a Comment