October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નજીક બલીઠા પાસે વંદે ભારત ટ્રેન સામે ગાય આવી જતા અકસ્‍માત સર્જાયો

કરોડો રૂપિયાના ખર્ચે ટ્રેકની સેફટી પ્રોટેકશન માટે ખર્ચ કરાયો છે
છતાં અકસ્‍માત યથાવત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: પશ્ચિમ રેલવે દ્વારા સુપરફાસ્‍ટ વંદે ભારત ટ્રેન સફળતાપૂર્વક ચાલી રહી છે. ટ્રેન શરૂ થઈ હતી ત્‍યારે ઉપરી બે થી ત્રણ અકસ્‍માત ટ્રેક ઉપર સર્જાયા હતા. રખડતા જાનવરો ટ્રેનની સામે આવી જવાના બનાવો બનતા રહેલા તેથી 150 કરોડને ખર્ચે રેલવે ટ્રેક પ્રોટેકશનનો પ્રોજેક્‍ટ કાર્યરત કરવામાં આવ્‍યો છે. તેમ છતા ગતરોજ સાંજના વાપીથી અમદાવાદ તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેન એન્‍જિન સામે ગાય આવી જતા અકસ્‍માત સર્જાયો હતો.
વાપી નજીક બલીઠા પાસે વંદે ભારત ટ્રેન સામે આવી ગયેલી ગાયના કારણે અકસ્‍માત સર્જાતા ટ્રેનને થોડો સમય થોભાવી દેવાઈ હતી. આર.પી.એફ. તથા રેલવે અધિકારીઓ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા. ટ્રેક ઉપરથી મૃત ગાયને હટાવી લેવાયા બાદ ટ્રેન પૂર્વવત ચાલુ કરાઈ હતી. અકસ્‍માતમાં ટ્રેન અને મુસાફરો સંપુર્ણ સલામત રહ્યા હતા.

Related posts

દાનહમાં બી.એસ.સી. અને નર્સિંગ કોલેજમાં એડમિશન નહીં મળતાં વિદ્યાર્થીનીઓએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

પારદર્શક, ભયમુક્‍ત અને તટસ્‍થ ચૂંટણી માટે તૈયારી પૂર્ણ: આજે દાનહ લોકસભાની પેટા ચૂંટણીઃ પ્રશાસન સજ્જ

vartmanpravah

અતુલ સેકન્‍ડ ગેટ વિસ્‍તારના બંગલામાં ચોરી : તસ્‍કરોએ જતા જતા કાજુ-બદામની જયાફત પણ માણી

vartmanpravah

દમણવાડા વિભાગના જિ.પં.સભ્‍ય ફાલ્‍ગુનીબને પટેલે વિવિધ સેલ્‍ફ હેલ્‍પ ગૃપની રચના કરી મહિલાઓને આત્‍મનિર્ભર બનવા આપેલી પ્રેરણા

vartmanpravah

સેલવાસ સ્‍ટેડિયમ પર ઢોડિયા પ્રીમિયર લિગનો શુભારંભ કરાયો

vartmanpravah

દમણની ‘NIFT’નું ‘કન્‍વર્જ-2023’માં શાનદાર પ્રદર્શનઃ મળેલો પ્રતિષ્‍ઠિત જ્‍યુરી એવોર્ડ

vartmanpravah

Leave a Comment