Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

ઉદ્યોગોના કારણે જ વધેલી દમણની ઓળખ અને સમૃદ્ધિઃ મુકેશ ગોસાવી-દમણવાડા સરપંચ

  • દમણના આઈ.ટી.આઈ. કેમ્‍પસમાં રાષ્‍ટ્રીય એપ્રેન્‍ટિસશીપ ભરતી મેળો યોજાયોઃ 10 ઉદ્યોગ ગૃહો દ્વારા 104 તાલીમાર્થીઓમાંથી થનારી પસંદગી

    તાલીમાર્થીઓને ઉદ્યોગ ગૃહોમાં શ્રમેવ જયતેની ભાવનાથી કામ કરી પોતાની આગવી ઓળખ ઉભી કરવા પણ અપાયેલી સલાહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 04
આજે દમણની ઈન્‍ડસ્‍ટ્રીયલ ટ્રેઈનિંગ ઈન્‍સ્‍ટીટયૂટ(આઈ.ટી.આઈ.)ના કેમ્‍પસમાં ‘રાષ્‍ટ્રીય એપ્રેન્‍ટિસશીપ ભરતી મેળા’નો આરંભ દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી અને સોમનાથના સરપંચ શ્રીમતી ચૈતાલીબેન કામલીએ પ્રિન્‍સિપાલ ડો. અવિનાશ આર. ચૌધરી તથા ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓની ઉપસ્‍થિતિમાં કરાવ્‍યો હતો.
આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ તાલીમાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્‍યું હતું કે, આ સમય તમારી કારકિર્દીનો સૌથી ઉજ્જવળ સમય બની રહેવો જોઈએ. કારણ કે, આજે તમે તમારો અભ્‍યાસ પૂર્ણ કરીને આજીવિકા મેળવવા તરફ જઈ રહ્યા છો. તેથી આળસ વગર કામમાં 100 ટકા ધ્‍યાન આપવા સલાહઆપી હતી.
શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, ઉદ્યોગોના કારણે જ દમણની ઓળખ અને સમૃદ્ધિ વધી છે. તેમણે તાલીમાર્થીઓને શ્રમેવ જયતેના મંત્રને આત્‍મસાત કરી પુરા લગનથી કામ કરી ઉદ્યોગ ગૃહો પણ તમને કાયમી નોકરીએ રાખવા મજબુર બને તેવો પ્રભાવ પાડવા અનુરોધ કર્યો હતો. દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ મોદી સરકારની પ્રશંસા કરતા જણાવ્‍યું હતું કે, આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને કેમ્‍પસમાં પ્‍લેસમેન્‍ટ મળે એ સરકારનું વિઝન અને આયોજન છે. તેમણે ઉદ્યોગ ગૃહોને પણ માનવીય અભિગમ અપનાવી તાલીમાર્થીઓને વધુ સક્ષમ કરવા તાકિદ કરી હતી. તેમણે આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને પોતે પોતાનું કારખાનું ઉભું કરી શકે એવી ત્રેવડ રાખવા પણ સમજણ આપી હતી.
પ્રારંભમાં આઈ.ટી.આઈ.ના પ્રિન્‍સિપાલ ડો. અવિનાશ આર. ચૌધરીએ સરકાર દ્વારા એપ્રેન્‍ટિસશીપ ભરતી માટે કરેલા આયોજનની વિગતવાર માહિતી આપી હતી. આજે દમણની 10 કંપનીઓ દ્વારા 104 જેટલા ટ્રેઈનીના ઈન્‍ટરવ્‍યુ કરી તેમને એપ્રેન્‍ટિસ તરીકે ભરતી કરનાર હોવાની પણ જાણકારી આપી હતી.
આજે (1)સોવરિન ફાર્મા (2)બાંસવારા ગારમેન્‍ટ (3)પેનાસોનિક લાઈફ સોલ્‍યુશન (4)અવી ગ્‍લોબલ પ્‍લાસ્‍ટ (5)મલ્‍ટી લાઈટિંગ કન્‍ટ્રોલ્‍સ (6)કાબરા (7)ઓલટાઈમ પ્‍લાસ્‍ટિક (8)ઝાયડસ હેલ્‍થકેર (9)બીક સેલોએક્‍સ્‍પોર્ટસ અને (10)મેક્‍લોઈડ્‍સ ફાર્માસ્‍યુટિકલ કંપનીઓ દ્વારા એપ્રેન્‍ટિસશીપ ભરતી મેળામાં ભાગ લેવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. સોમનાથના સરપંચ શ્રીમતી ચૈતાલીબેન કામલીએ પણ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન એપ્રેન્‍ટિસશીપ એડવાઈઝર શ્રી રાહુલ એન. પટેલે ખુબ જ સફળતાપૂર્વક કર્યું હતું.

Related posts

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં કોવિડ-19 વેક્‍સિનેશન થયું

vartmanpravah

ચીખલી નેશનલ હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માત સર્જાતા હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી

vartmanpravah

30મી એપ્રલના શનિવારે દાનહના નરોલી પીએચસી ખાતે દિવ્‍યાંગો માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

વાપી બલીઠા રેલવે પાટા ઉપરથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો : મૃતક વોર્ડ નં.7 ભાજપ બુથ પ્રમુખ હતો

vartmanpravah

‘કરુણા ફાઉન્‍ડેશન’ દ્વારા અષાઢી બીજ તથા ગુરૂપૂર્ણીમાનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના, નોનવેજનાં તમામ વેચાણ બંધ રખાવવા ગુજરાત સરકારને રજૂઆત

vartmanpravah

વલસાડ કાંઠાના ચાર ગામોમાં પૂનમની ભરતીએ તબાહી સર્જી : ઘરો બે થી ત્રણ ફૂટ પાણીમાં તરતા થયા

vartmanpravah

Leave a Comment