October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસને સનદી અધિકારીઓના વિભાગોમાં કરેલા ફેરફાર દીવ જિલ્લાના કલેક્‍ટર તરીકે રાહુલ દેવ બુરાઃ દીવના એસ.પી. તરીકે રાહુલ બાલહરાની નિયુક્‍તિ

કેન્‍દ્રિય ગૃહ મંત્રાલયના આદેશના પગલે આઈ.એ.એસ. અધિકારી ભાનુ પ્રભા, ફરમન બ્રહ્મા તથા આઈ.પી.એસ. અધિકારી ફૂલઝેલે પિયુષ નિરાકર અને મણિભૂષણ સિંઘને રિલીવ કરાયા

સેલવાસના ડેપ્‍યુટી કલેક્‍ટર (હે.ક્‍વા.) મોહિત મિશ્રા પણ રિલીવઃ સેલવાસના ડેપ્‍યુટી કલેક્‍ટર (હે.ક્‍વા.)ની જવાબદારી અમિત કુમારના શિરે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25: સંઘપ્રદેશ પ્રશાસને તા.12.09.2024ના કેન્‍દ્રિય ગૃહ મંત્રાલયના આદેશના આધારે આઈ.એ.એસ., આઈ.પી.એસ., દાનિક્‍સ અને દાનિપ્‍સ અધિકારીઓના કાર્યભારમાં ફેરફાર કર્યો છે અને દીવના કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા, દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા. આઈ.પી.એસ. અધિકારી શ્રી ફૂલઝેલે પિયુષ નિરાકર, અને આઈ.પી.એસ. અધિકારી શ્રી મણિભૂષણ સિંઘને સંઘપ્રદેશ પ્રશાસનની સેવામાંથી રિલીવ કરવાનો આદેશ જારી કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 2014 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી સાગર ડોઈફોડેને શ્રી ફરમન બ્રહ્માનો અખત્‍યાર સોંપવામાં આવ્‍યો છે. જ્‍યારે દીવના કલેક્‍ટર તરીકે શ્રી રાહુલ દેવ બુરાની વરણીકરવામાં આવી છે. જ્‍યારે શ્રી શિવમ તેવટિયાને પોતાના હાલના અખત્‍યારની સાથે જનરલ મેનેજર ઓ.આઈ.ડી.સી., તથા પ્રિયાંશુ સિંઘને દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર(હેડ ક્‍વાર્ટર)ની સાથે એસ.ડી.એમ. અને આસિસ્‍ટન્‍ટ કમિશનર એક્‍સાઈઝ, ડેપ્‍યુટી કમિશનર વેટ અને જી.એસ.ટી., ચીફ ટાઉન પ્‍લાનર, જોઈન્‍ટ ડાયરેક્‍ટર સામાન્‍ય વહીવટ અને પ્રોટોકોલના અખત્‍યાર સોંપવામાં આવ્‍યા છે. તેમને આસિસ્‍ટન્‍ટ રજીસ્‍ટ્રાર કો-ઓપરેટિવ, જોઈન્‍ટ કમિશનર લેબર અને એમ્‍પલોયમેન્‍ટ, ફિલ્‍ડ પબ્‍લિસીટી ઓફિસર દમણ અને દીવ, મેમ્‍બર સેક્રેટરી પી.ડી.એ., ડેપ્‍યુટી રેસિડેન્‍ટ કમિશનર દમણ હાઉસ-દિલ્‍હી, ડેપ્‍યુટી સેક્રેટરી-1 અને દમણ સબ જેલના સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સંજામ સિંઘને દાનહ અને દમણ-દીવ પી.ડબ્‍લ્‍યુ.ડી.-2 અને સિવિલ એવીએશન વિભાગના ડેપ્‍યુટી ચીફ તરીકેની વધારાની જવાબદારી પણ સુપ્રત કરવામાં આવી છે.
દાનિક્‍સ અધિકારી શ્રી અમિત કુમારને સેલવાસના રેસિડેન્‍ટ કલેક્‍ટરની સાથે વિવિધ અખત્‍યારો સોંપવામાં આવ્‍યા છે. જ્‍યારે સંઘપ્રદેશ પ્રશાસનમાં નવા આવી રહેલા શ્રીમતી આરતી અગ્રવાલને દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર જનરલ સહ એસ.ડી.એમ. અને દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના એડમિનિસ્‍ટ્રેટર તરીકેની જવાબદારીપણ સોંપવામાં આવી છે.
દીવ જિલ્લાના પોલીસ સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ તરીકે આઈ.પી.એસ. શ્રી ફૂલઝેલે પિયુષ નિરાકરને રિલીવ કરાતા તેમના સ્‍થાને દીવ જિલ્લાના એસ.પી. તરીકે દાનિપ્‍સ અધિકારી શ્રી રાહુલ બાલહરાને જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.

Related posts

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

vartmanpravah

સેલવાસના દયાત ફળિયાની એક તરુણીએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા દુકાનોમાંથી પ્રતિબંધિત સિંગલ યુઝ રેનકોટ જપ્ત કરી વેપારીઓને દંડિત કરાયા

vartmanpravah

‘એક નયી પહેલ આપકે સાથ’ સંસ્‍થા દ્વારા પ્રદેશમાં ચાર વર્ષમા 2050 વૃક્ષોના છોડોનું કરેલું વાવેતર

vartmanpravah

વલસાડ અને વાપીમાં સરકારી પોલીટેકનિક દ્વારા ડિપ્‍લોમામાં પ્રવેશ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

ધરમપુરની ખારવેલ પ્રાથમિક શાળામાં તા.11-12 ઓક્‍ટો.એ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે

vartmanpravah

Leave a Comment