ચણોદથી મોટી સંખ્યામાં રેલી નિકળી વિવિધ રાજમાર્ગો ઉપર રેલી ફરી હતી
(વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો)
વાપી, તા.14: ભારતના બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની આજે રવિવારે વાપીમાં જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ચણોદ આંબેડકર ચોક પાસે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. શણગારેલા વાહનો સાથે જય ભીમરાવના નારા સાથે રેલી કાઢવામાં આવી હતી. રેલી ભડકમોરા-ચાર રસ્તા-ગુંજન થઈને પરત ચણોદ આવી હતી. વાપી પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ નિકળેલી રેલી શાંતિપૂર્વ માહોલમાં પુર્ણ થઈ હતી. ભારતવર્ષ આજે પણ ડો.બાબા સાહેબને કૃતાર્થ છે. રાષ્ટ્રનું બંધારણ અને તેમની દિર્ઘ દૃષ્ટિ આધિન આજે લોકશાહી 75ના વર્ષ તેમના રચેલા બંધારણ આધિન પુર્ણ કર્યા છે. વાપીમાં ડો.બાબા સાહેબની જન્મ જયંતિ ખુબ ધૂમધામ અને હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણ વચ્ચે ઉજવાઈ હતી.