Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પોતાનું સમગ્ર જીવન સમાજને સમર્પિત કરનાર સ્‍વ. વિષ્‍ણુભાઈ દમણિયાને માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા ‘માહ્યાવંશી રત્‍ન’થી બિરદાવાશે

15મી સપ્‍ટેમ્‍બર, 2024ના રોજ સ્‍વ. વિષ્‍ણુભાઈ એફ. દમણિયાને મરણોપરાંત ‘માહ્યાવંશી રત્‍ન’નો અપાનારો એવોર્ડઃ એમ.વી.એમ.ના સંસ્‍થાપક અને મેનેજીંગ ટ્રસ્‍ટી મનહરભાઈ પટેલે કરેલી જાહેરાત

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : સમગ્ર ભારતભરમાં માહ્યાવંશી સમાજનું પ્રતિનિધિત્‍વ ધરાવતી સૌથી મોટી સંસ્‍થા માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સ્‍વ. વિષ્‍ણુભાઈ એફ. દમણિયાને તેમના સમાજ સમર્પણના કારણે મરણોપરાંત ‘માહ્યાવંશી રત્‍ન’ની ઉપાધિ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હોવાની જાણકારી મંચના સંસ્‍થાપક અને મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી મનહરભાઈ પટેલે આપી હતી.
એમ.વી.એમ.ના સંસ્‍થાપક અને મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી મનહરભાઈ પટેલના જણાવ્‍યા પ્રમાણે સ્‍વ. વિષ્‍ણુભાઈ એફ. દમણિયાએ પોતાનું સમસ્‍ત જીવન સમાજ સેવાની ભેખ ધરી સમાજને સમર્પિત કર્યું હતું. તેઓ દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્‍થાપક હોવાની સાથે દમણમાં માહ્યાવંશી સમાજની વાડીના નિર્માણ માટે પણ તેમની નિર્ણાયક ભૂમિકા રહી હતી. સાપુતારા ખાતે 14 અને 15મી સપ્‍ટેમ્‍બર, 2002ના રોજ યોજાયેલ માહ્યાવંશી મંથનમાં ઉપસ્‍થિત રહી સાપુતારાના શિખરેથી રાત્રિના અંધકારમાં મીણબત્તી પ્રગટાવી સમાજને સંગઠિત કરવાના સંકલ્‍પ લેવામાં પણ શ્રી વિષ્‍ણુભાઈ દમણિયા અગ્રેસર હતા અને ત્‍યારબાદ જ માહ્યાવંશી વિકાસ મંચનો જન્‍મ થયો હોવાની માહિતી પણ શ્રી મનહરભાઈ પટેલે આપી હતી.
સ્‍વ. વિષ્‍ણુભાઈ એફ. દમણિયાને આગામી તા.15મી સપ્‍ટેમ્‍બર, 2024ના રોજ મંચના સ્‍થાપના દિવસે ‘માહ્યાવંશી રત્‍ન’ની ઉપાધિ આપવામાંઆવનાર હોવાની પણ માહિતી શ્રી મનહરભાઈ પટેલે આપી હતી.

Related posts

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયે ‘રાષ્‍ટ્રીયએકતા દિવસ’ ઉજવણીને ધ્‍યાનમાં રાખી બેઠક યોજી

vartmanpravah

દેગામમાં વારી કંપનીના સ્‍ક્રેપ કોન્‍ટ્રાક્‍ટ બાબતે બે કોન્‍ટ્રાક્‍ટરો વચ્‍ચે બબાલઃ મામલો પોલીસ મથકે પહોંચ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લા હોમગાર્ડઝ દળનું ગૌરવ

vartmanpravah

સરકારી ઈજનેરી કોલેજ વલસાડમાં રાષ્‍ટ્રીય સ્‍તરનો બે દિવસીય ટેકનીકલ ફેસ્ટીવલ INFINIUM : ૨૦૨૩ ઉજવાયો

vartmanpravah

સેલવાસથી ખાનવેલ તરફ જતા રસ્‍તાની હાલત ચંદ્રના ધરતી જેવી: વાહનચાલકો પોકારી રહ્યા છે ત્રાહિમામ

vartmanpravah

વલસાડ પાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચાની વિધિવત આમ આદમી પાર્ટીમાં એન્‍ટ્રી

vartmanpravah

Leave a Comment