-
નવનિયુક્ત પ્રદેશ પ્રભારી દમણ આગમન ટાણે દાભેલ ચેકપોસ્ટ ખાતે કરાયેલું ઉષ્માભર્યું અભિવાદન
-
પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ, સાંસદ લાલુભાઈ પટેલ, પૂર્વ સાંસદ ગોપાલ દાદા સહિત ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ જોરદાર કરેલું સ્વાગત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : દાદરા નગર હવેલી અનેદમણ-દીવ ભાજપના નવનિયુક્ત પ્રભારી અને સાંસદ તથા ભાજપના રાષ્ટ્રીય મંત્રી શ્રી વિનોદ સોનકરનું આજે દમણ દાભેલ ચેકપોસ્ટ ખાતે આગમન થતાં ધૂમધામથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રદેશના વિવિધ મોર્ચાના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રભારી શ્રી વિનોદ સોનકરનું અભિવાદન કર્યું હતું.
દાભેલ ચેકપોસ્ટ ખાતે પ્રદેશ ભાજપ મંત્રી શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પી દમણિયા, ઓબીસી મોર્ચાના પ્રદેશ પ્રમુખ શ્રી હરિશભાઈ પટેલ, લઘુમતિ મોર્ચાના પ્રદેશ પ્રમુખ શ્રી શૌકત મિઠાણી, અનુ.જાતિ મોર્ચાના પ્રદેશ પ્રમુખ શ્રી નિમેષ દમણિયા, કાઉન્સિલર શ્રી ચંદ્રગીરી ઈશ્વર, વિવિધ મંડળોના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓએ પણ નવનિયુક્ત પ્રભારીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
પ્રદેશના નવનિયુક્ત પ્રભારી શ્રી વિનોદ સોનકરને ખુલ્લી જીપમાં બાઈક રેલી સાથે વંદે માતરમ્, ભારત માતાકી જયના જયઘોષથી પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે લઈ જવાયા હતા.
પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી ગોપાલ દાદા, પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મનિષ દેસાઈ અને શ્રી મહેશ ગાવિત, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, પ્રદેશ મહિલા મોર્ચાના અધ્યક્ષ શ્રીમતી સિમ્પલબેન કાટેલા,સહિત મહાનુભાવોએ જોરદાર સ્વાગત કર્યું હતું.
નવનિયુક્ત પ્રદેશ પ્રભારી શ્રી વિનોદ સોનકરે પત્રકારો સાથે વાતચીત કરતા દાભેલ ચેકપોસ્ટ ખાતે જણાવ્યું હતું કે, તેઓ મિશન-2024 માટે સંગઠનને દરેકના સાથ, સહકાર અને પ્રયાસથી વિશ્વાસની સાથે મજબુત કરશે.
પ્રદેશ પ્રભારી શ્રી વિનોદ સોનકરની દમણ મુલાકાત દરમિયાન સુરત એરપોર્ટથી તેમની આગેવાની પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયાએ કરી હતી.
પ્રદેશ પ્રભારી શ્રી વિનોદ સોનકરની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન તેઓ લોક પ્રતિનિધિઓ તથા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી મિશન-2024ના રસ્તાને સરળ કરવા તરફ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરશે.