October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મતગણતરી અન્‍વયે 26-વલસાડ મતવિસ્‍તારમાં મતગણતરી સુપરવાઈઝર, મદદનીશ સુપરવાઈઝર અને માઈક્રો અબ્‍ઝર્વરોની તાલીમ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.28: લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024 સંદર્ભે આગામી તા.04/06/2024ના રોજ મતગણતરી યોજાશે. જે કામગીરીમાં 26-વલસાડ સંસદીય મતવિસ્‍તારમાં સરકારી અધિકારીઓને ફરજના ભાગરૂપે મતગણતરીની કામગીરીસોંપવામાં આવી છે. જેથી ચૂંટણી અધિકારીશ્રી 26-વલસાડ સંસદીય મતવિસ્‍તાર અને કલેકટરશ્રી આયુષ ઓક વલસાડ દ્વારા સદરહુ કામગીરી અર્થે સરકારી અધિકારીઓને 26- વલસાડ સંસદીય મતવિસ્‍તારમાં સમાવિષ્ટ સાત વિધાનસભા વાઈઝ મતગણતરી સુપરવાઈઝર, મદદનીશ સુપરવાઈઝર અને માઈક્રો ઓબ્‍ઝર્વર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમજ તેઓને સોંપવામાં આવેલ કામગીરી બાબતની તાલીમનું તા.28 મેના રોજ, વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં આયોજન કરવામાં આવ્‍યું હતું.
નિયુક્‍ત મતગણતરી સુપરવાઈઝર, મદદનીશ સુપરવાઈઝર અને માઈક્રો ઓબ્‍ઝર્વરશ્રીઓને ડિસ્‍ટ્રીક્‍ટ લેવલ માસ્‍ટર્સ ટ્રેનર્સ દ્વારા તાલીમ આપવામાં આવેલ હતી. તાલીમમાં નિવાસી અધિક કલેકટરશ્રી અનસુયા ઝા વલસાડ દ્વારા તાલીમાર્થીઓને કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્‍યું હતું.

Related posts

ચીખલીના દભાડ મહોલ્લાનો ધોરણ-10 માં અભ્‍યાસ કરતો વિદ્યાર્થી ગુમ થતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

vartmanpravah

શરૂઆતમાં પોર્ટુગીઝ સરકારે પેશવા સરકાર દ્વારા નિમાયેલા દલાલો મારફતે જ કર વસૂલાત ચાલુ રાખી હતી

vartmanpravah

પારડી હાઈવે પર કન્‍ટેનરે રીક્ષાને ટક્કર મારતા ત્રણ પેસેંજર ઘાયલ

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વીજ દરના વધારા-ઘટાડાના સંદર્ભમાં જેઈઆરસીની જન સુનાવણી 

vartmanpravah

વાસોણાની દુકાનમાં લુંટનો પ્રયાસ કરનાર આરોપીની પોલીસે હાથ ધરેલી વધુ તપાસ: આરોપીએ દુકાનદારને એરગન દ્વારા ગભરાવવાનો કર્યો હતો પ્રયાસ

vartmanpravah

વરસાદી માહોલમાં બીલીમોરા ખાતે તિરંગો લહેરાવતા પાણી પુરવઠા રાજ્‍ય મંત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

Leave a Comment