Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો: ભર ઉનાળામાં ચોમાસાનો માહોલ છવાયો

હવામાન ખાતાની દ.ગુજરાતમાં માવઠાની આગાહી હતી : જિલ્લાના અન્‍ય વિસ્‍તારોમાં માત્ર છાંટા જ પડયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31
વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વાતાવરણમાં પલટો આવી ચૂક્‍યો છે. દિવસભર વાદળછાયુ વાતાવરણ રહે છે. હવામાન ખાતાની આગાહી હતી કે દક્ષિણ ગુજરાતમાં તા.29, 30, 31 માર્ચમાં કમોસમી વરસાદ પડશે તે અનુસાર જિલ્લાના અમુક વિસ્‍તારોમાં માત્ર નહીવત વરસાદી છાંટા પડયા હતા પરંતુ કપરાડા વિસ્‍તારમાં ભારે વરસાદ વરસ્‍યો છે.
કપરાડા વિસ્‍તાર ગુજરાતનું ચેરાપુંજી છે. આ પવતિય વિસ્‍તારોમાં એવરેજ ગુજરાતમાં સૌથી વધુ કપરાડામાં પડે છે. પરંતુ વરસાદ ચોમાસાની ઋતુમાં પડે તે સ્‍વાભાવિક કુદરતી છે પરંતુ ગુરુ-શુક્રવારે કપરાડા વિસ્‍તારમાં કમોસમી વરસાદ માવઠું પડયું હતું. તેથી લોકોએ અવર જવર કરવા માટે છત્રીઓ લેવી પડી હતી. ચાલુ વર્ષે ચોમાસા બાદવલસાડ જિલ્લામાં ત્રીજીવાર કમોસમી વરસાદ પડયો છે તેથી ખેતીવાડી પાક, કેરીને સારું એવું નુકશાન થયું છે. કેરીનો 60 ટકા પાક બગડી ચૂક્‍યો છે તેથી કેરીના ભાવ પણ બે હજારથી ત્રણ હજારનો હાલમાં ચાલી રહ્યો છે. કપરાડા વિસ્‍તારનો માહોલ ભર ઉનાળે ચોમાસા જેવો થઈ ચૂક્‍યો હતો.

Related posts

વણાકબારા ખાતે સાગર કવચને લઈને માછીમારો સાથે યોજવામાં આવી બેઠક

vartmanpravah

દમણ જિ.પં.માં અધ્‍યક્ષની પસંદગી માટે ‘હાઈકમાન્‍ડ’ ઉપર મંડાતી મીટઃ પરંપરા અનુસરે કે પછી…?

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ડેંગ્‍યુના રોગચાળાને કાબુમાં લેવા આરોગ્‍ય વિભાગે શરૂ કરેલા અસરકારક પગલાં

vartmanpravah

આટિયાવાડ કુલોદય ઈન્‍ડસ્‍ટ્રીઝના રસ્‍તાના સમારકામ માટે પીડબ્‍લ્‍યુડીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરતા મંડળ ભાજપ પ્રમુખ તિમિર પટેલ

vartmanpravah

ચીખલીના મલીયાધરામાં યોજાયેલ તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં વિભાગની સહાયકારી યોજનાઓની અપાયેલી જાણકારી

vartmanpravah

ઉદવાડામાં કપડા ખરીદવા ગયેલી પરણિતા ગુમ

vartmanpravah

Leave a Comment