July 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી તીઘરા ગામના ખુનના આરોપીને વાપી સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

આરોપી હિતેશ જીવણ પટેલે ચપ્યુના ઘા મારી પ્રકાશ હળપતિની હત્યા કરી હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૧
વાપી નજીક આવેલ તીધરા ગામે સ્મશાન યાત્રા દરમિયાન ગામના ઍક યુવાને અન્ય યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી, જેનો કેસ વાપી સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
ચકચારી મર્ડરની ઘટના વાપી નજીક તીધરા ગામે સન ૨૦૧૭ માર્ચની ૩૦ તા.ના રોજ ઘટી હતી. ગામની સ્મશાન યાત્રામાં હિતેશ જીવન પટેલ નામના યુવાને કોઈ કારણોસર પ્રકાશ હળપતિ નામના યુવાનને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ મર્ડર કેસ ઍડિશનલ સેશન્સ કોર્ટ વાપીમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપી હિતેશ પટેલને તકસીરવાર થરાવ્યો હતો અને વિદ્વાન જજશ્રી કે.જે મોદીઍ આરોપીને આજીવન કેદ અને ૧ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

Related posts

દાનહમાં 05 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : દમણમાં એકપણ નહી : તંત્ર હરકતમાં

vartmanpravah

કપરાડાની સરકારી વિનયન કોલેજની એન.એસ.એસ.ની વાર્ષિક ખાસ શિબિર દહીંખેડ ગામે સંપન્ન

vartmanpravah

ચીખલી ગ્રામ પંચાયતે પાઈપલાઈનમાં મોટર નાખી પાણી ચોરી કરનારાઓ સામે કરેલી લાલ આંખ

vartmanpravah

વાપી આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં વાર્ષિક રમોત્‍સવ ઉજવાયો

vartmanpravah

ભાજપના સભ્‍ય નોંધણી અભિયાન અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલ અને જિ.પં. સભ્‍ય રીનાબેન પટેલે 1000 કરતા વધુ સભ્‍યોની કરેલી નોંધણી

vartmanpravah

કોંગ્રેસના નેતા દ્વારા રાષ્‍ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય શબ્‍દો ઉચ્‍ચારવા બાબતે પારડી શહેર ભાજપ દ્વારા કરાયેલું પૂતળા દહન

vartmanpravah

Leave a Comment