October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે સંસદમાં વલસાડ જિલ્લામાં દરિયાઈ ધોવાણથી થતા નુકસાનના પ્રશ્નો ઉઠાવ્‍યા

ટેકનિકલ સર્વે કરાયા બાદ સકારાત્‍મક નિકાલ કરવા અંગેની ખાતરી આપવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા આજરોજ સંસદ ભવનમાં દરિયા કિનારાના ગામોને સૌથી વધુ સ્‍પર્શતા વલસાડ જિલ્લાના ગામોમાં દરિયાઈ પાણીના ધોવાણથી ગામ લોકોને થતુ નુકસાનના નિવારણ અંગે જરૂરી પ્રોટેક્‍શન વોલ બનાવવાની કામગીરી અંગે અત્‍યંત જરૂરી પ્રશ્નો રજૂ કર્યા હતા.
લોકસભાના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા આજે સંસદ સત્ર દરમ્‍યાન વલસાડ જિલ્લાના ગામોમાં દરિયાઈ ધોવાણના કારણે ગામોમાં થતા નુકસાનના નિવારણ અંગે જરૂરી પ્રોટેક્‍શન વોલ બનાવવા અંગે વિગતવાર રજુઆત કરી હતી. જેમાં (1) વલસાડ તાલુકાના મોટી દાંતી, નાની દાંતી (2) કકવાડી ગામ ખાતે પ્રોટેક્‍શન વોલ (3) ભાગલ ગામ ખાતે પ્રોટેક્‍શન વોલ (4) ભદેલી જગાલાલા પ્રોટેક્‍શન વોલ (5) કોસંબા ગામ ખાતે પ્રોટેક્‍શન વોલ (6)સુરવાડા ગામ ખાતે પ્રોટેક્‍શન વોલ (7) મગોદ ડુંગરી ગામ ખાતે પ્રોટેક્‍શન વોલ (8) પારડી તાલુકાના ઉમરસાડી ગામ ખાતે જરૂરી પ્રોટેક્‍શન વોલ બનાવવા, (10) ઉમરગામ શહેર (11) દહેરી પ્રોટેક્‍શન વોલ (12) નારગોલ બંદર વિસ્‍તાર પ્રોટેક્‍શન વોલ (13) માંગેલવાડ બીચ પ્રોટેક્‍શન વોલ (14) માલવણ બીચ 1 કિલોમીટર મીટર પ્રોટેક્‍શન વોલ (15) સરોન્‍ડા નારગોલ બોર્ડર થી તડગામ બોર્ડર સુધી પ્રોટેક્‍શન વોલ (16) કલગામ સોરઠવાડ વિસ્‍તાર પ્રોટેક્‍શન વોલ (17) બારીયાડ વિસ્‍તાર પ્રોટેક્‍શન વોલ (18) મરોલી દાંડી પ્રોટેક્‍શન વોલ (19) ફણસા માંગેલવાડથી કલગામ બોર્ડર પ્રોટેક્‍શન વોલ (20) માછીવાડથી ટાટાવાડી પ્રોટેક્‍શન વોલ (21) કાલાઈ માયાવંશી સમાજ સ્‍મશાન વિસ્‍તાર પ્રોટેક્‍શન વોલ બનાવવા અંગેની અત્‍યંત જરૂરી રજૂઆતો કરી હતી, જે અંગે વિભાગ દ્વારા જરૂરી ટેકનીકલ સર્વે કરાયા બાદ સકારાત્‍મક નિકાલ કરવા અંગેની ખાતરી આપવામાં આવી હતી.

Related posts

પારડીમાં હાઈવેની ગટરોની બેદરકારીનો ભોગ બની રહ્યા છે અબોલ પશુઓ તથા રાહદારીઓ

vartmanpravah

પારડીના ડુમલાવ ગામમાં ખુંખાર દિપડાના રાત્રે આંટાફેરાથી ગામમાં ભયનો માહોલ

vartmanpravah

તા.30મીએ તમાકુ નિયત્રણ કમિટિની બેઠક મળશે

vartmanpravah

વાપીમાં પ્રખર આંબેડકર વાદી સ્‍વ. ભીમરાવ કટકે ની શ્રદ્ધાંજલી પ્રાર્થનાસભા યોજાઈ

vartmanpravah

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહના સુરંગી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા પરિવહન વિભાગ દ્વારા માર્ગ અકસ્‍માતની તપાસના વિષયમાં પોલીસકર્મીઓ માટે એક દિવસીય પ્રશિક્ષણ કાર્યશાળાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment