ધર્મગુરુના દીદાર કરવા માટે વાપી, દમણ, સેલવાસ, ઉમરગામના દાઉદી વ્હોરા સમાજના લોકો ઉમટી પડેલા![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/09/WhatsApp-Image-2024-09-01-at-3.51.10-PM.jpeg)
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: વોરા સમાજના ધર્મગુરુ મુફદ્દલ સૈફુદ્દીન સૈયદના સાહેબ ટ્રેન મારફતે વાપી સ્ટેશનથી પસાર થવાના હોવાથી શનિવારે રાતે હજારોની સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના લોકો પ્લેટફોર્મ ઉપર ધર્મગુરુના દીદાર કરવા ઉમટી પડયા હતા.
દાઉદી વ્હોરા સમાજ સમુદાય સામાન્ય રીતે શિક્ષિત, મહેનતુ અને વેપારી હોવાથી સમૃધ્ધ છે. સાથે આધુનિક જીવનશૈલી ધરાવે છે. તેઓ ધર્મભેરુ સમુદાય તરીકે ઓળખાય છે. હાલના 53મા ધર્મગુરુ તરીકે મુફદ્દલ સૈફુદ્દીન સૈયદના છે. તેઓ વાપી સ્ટેશનથી પસાર થવાની જાણ થતા વાપી, દમણ, સેલવાસ, ઉમરગામના હજારો દાઉદી વ્હોરા સમાજના લોકો વાપી રેલવે સ્ટેશને શનિવારે રાત્રે ઉમટી પડયા હતા. પોતાના ધર્મગુરુના દિદાર કરી આશીર્વાદ મેળવ્યા હતા. મૌલાના દમણ પધરામણી કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. ધર્મગુરુ વાપીમાં ફક્ત 2 મિનિટ રોકાયા હતા.