પરિયારી ગ્રામ પંચાયત વિસ્તારમાં ડોર ટુ ડોર કરેલો પ્રચારઃ ભાજપના કમળને સોળે કળાએ ખિલવવા કાર્યકરોમાં જોશ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : દમણ અને દીવ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે આજે પરિયારી ગ્રામ પંચાયત વિસ્તારમાં નાયલા પારડી ખાતે ચેડુ માતા મંદિરના દર્શન સાથે ડોર ટુ ડોર પ્રચારનો આરંભ કર્યો હતો.
પરિયારી ભાજપ મંડળના ઈન્ચાર્જ શ્રી ભાવિકભાઈ હળપતિના નેતૃત્વમાં ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે પોતાના ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો હતો. જેમાં દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, કચીગામના પૂર્વ સરપંચ શ્રી અમ્રતભાઈ પટેલ, કચીગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ શ્રી રૂપેશ પટેલ સહિત મહિલાઓ અને યુવાનોના જૂથ જોડાયા હતા.
શ્રી લાલુભાઈ પટેલ દમણ-દીવથી ભાજપની પ્રથમ સીટ જીતાડીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘અબકી બાર 400 પાર’ના સૂત્ર અને સંકલ્પને સમર્થન કરી દેશમાં ‘એકબાર ફિર મોદી સરકાર’ બનાવવામાં સહયોગઆપવા લોકોને આહ્વાન કર્યું હતું.