January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજે ટેકવોન્‍ડો ચેમ્‍પિયનશિપમાં ગોલ્‍ડ મેડલ મેળવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવના વિદ્યાર્થીઓએ ઈન્‍ટર કોલેજ ટેકવોન્‍ડો ચેમ્‍પિયનશિપમાં ગોલ્‍ડ મેડલ પ્રાપ્ત કરી ઉંચાઈના શિખરો સર કર્યા હતા.
શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ-વાપીમાં તારીખ 31/08/2024 શનિવારના રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઈન્‍ટર કોલેજ ટેકવોન્‍ડો ચેમ્‍પિયનશિપ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આસ્‍પર્ધાનું સફળ આયોજન સંસ્‍થાના કેમ્‍પસ એકેડમીક ડાયરેક્‍ટર ડૉ. શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેના નિરીક્ષણ અને સહયોગથી કરવામાં આવ્‍યું હતું. જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની 13 કોલેજના વિદ્યાર્થીઓએ જુદી-જુદી વેઈટ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ 2 ગોલ્‍ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા.
આ સ્‍પર્ધામાં બેહનોની અન્‍ડર 64 કિલોગ્રામ વજન ગ્રુપમાં પર્લ રાજેન્‍દ્રસિંહ દોડિયાએ ગોલ્‍ડ મેડલ પ્રાપ્ત કર્યો છે તેમજ ભાઈઓની અન્‍ડર 80 કિલોગ્રામ વજન ગ્રુપમાં દશરથ ભલારામ પ્રજાપતિએ પણ ગોલ્‍ડ મેડલ પ્રાપ્ત કરી કોલેજ અને સંસ્‍થાના નામમાં વધારો કર્યો છે જે ગૌરવવંતી બાબત છે. આ તમામ વિદ્યાર્થીઓને કોલેજના ફીઝીકલ ઇન્‍સ્‍ટ્રકટર શ્રી પ્રિયંક પટેલ અને વિરાજ નિકમ એ રમતની તાલીમ આપી હતી. આ સ્‍પર્ધાનું સમગ્ર માર્ગદર્શન ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના સ્‍પોર્ટ્‍સ ડાયરેક્‍ટર ડો.આકાશ ગોહિલ દ્વારા આપવામાં આવ્‍યું હતું. હવે આ વિજેતા થયેલ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્‍વ કરશે.
આ આયોજન બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍યપૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, પૂજ્‍ય હરિ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે વિદ્યાર્થીઓને અને વાલીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દાનહ પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’ નિમિતે મૌન રેલી યોજાઈ

vartmanpravah

વાપી તીઘરા ગામના ખુનના આરોપીને વાપી સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની નવી કારોબારીની જાહેરાત : પ્રદેશ મહામંત્રી વાસુભાઈ પટેલ અને પ્રદેશ કોષાધ્‍યક્ષ તુષારભાઈ દલાલની છુટ્ટી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૫ વર્ષમાં ૨૬૦૧૯ દસ્તાવેજો મહિલાઓના નામે થયા, સરકારે રૂ. ૨૮.૬૪ કરોડની નોંધણી ફી કરી માફ

vartmanpravah

વલસાડ જિલ્લાના કુદરતી પ્રવાસન સ્‍થળોની ફોટોગ્રાફી સ્‍પર્ધામાં ખેરગામના યુવા પરિમલ પ્રથમ ક્રમાંકે

vartmanpravah

સેલવાસમાં ભાગવત કથાનો શુભારંભ

vartmanpravah

Leave a Comment