બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા નદી ઘાટ ઉપર પ્રાથમિક
સેવા-સુવિધાઓ ઉભી કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: વાપીમાં આવતીકાલે ગુરૂવારથી દમણગંગા નદી કિનારે બે દિવસીય છઠ્ઠ પૂજાનો આસ્થા સાથે પ્રારંભ થશે. છઠ્ઠ પૂજા માટે બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા દમણગંગા ઘાટ ઉપર સંપૂર્ણ જરૂરી પ્રાથમિક સેવા સુવિધાઓનું આયોજન કર્યું છે.
ભારતવર્ષમાં અનેક પર્વ તહેવારોની ઉજવણી થાય છે. તેવા તહેવાર પૈકીનો કાસ કરીને ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજા પર્વની આસ્થા પૂર્વક ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવે છે. ભગવાન સૂર્ય દેવ અને તેમની બહેન છઠ્ઠી મૈયાને સમર્પિત છઠ્ઠ પૂજા પર્વ ઉજવાય છે. દેશભરમાં જ્યાં જ્યાં ઉત્તર ભારતીયો વસવાટ કરે છે ત્યાં ત્યાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરે છે. આ વર્ષે વાપી-દમણ-સેલવાસ વિસ્તારમાં તા.7/11 ગુરૂવારે 3 વાગ્યાથી છઠ્ઠ પૂજાનો પ્રારંભ થશે. સ્વયં કાલીન અર્ક ચઢાવવામાં આવશે. બીજા દિવસે તા.8/11 શુક્રવારે સવારે 6 કલાકે ઉગતા સૂર્યનારાયણ દેવને અર્ક સમર્પિત કરવામાં આવશે. ત્રણ દિવસીય ચાલતાછઠ્ઠ પર્વની ઉજવણી દરમિયાન મહિલાઓ 36 કલાક નિર્જલાનું કઠણ તપ આરાધના કરે છે. વાપીમાં દમણગંગા નદી કિનારે છઠ્ઠ પૂજાની ઉજવણીની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા દમણગંગા નદી કિનારે પર્યાપ્ત જરૂરી સેવા-સુવિધા એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. પ્રત્યેક છઠ્ઠ પર્વની ઉજવણી સાથે એસોસિએશન અનેક સામાજીક સેવા કાર્ય પણ કરે છે. એસોસિએશન દ્વારા ભવ્ય સરસ્વતિ પૂજાનો કાર્યક્રમ પણ પ્રતિવર્ષે કરવામાં આવે છે.