(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.17: ઉમરગામ પાલિકાના પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ યુઆઇએ દ્વારા નિર્માણ થઈ રહેલી હોસ્પિટલ પ્રોજેક્ટ સ્થળની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન યુઆઇના પ્રેસિડેન્ટશ્રી નરેશભાઈ બંથીયા તેમજ અગ્રણી ઉદ્યોગપતિશ્રી સંતોષભાઈ રવશીયા, સેક્રેટરીશ્રી તાહિરભાઈ વોરા, ખજાનજીશ્રી આશિષભાઈ એચ શાહ અને યુઆઇએની એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બરોશ્રીઓ શ્રી કેતનભાઇ પંચાલ, શ્રી મિહીરભાઈ સોનપાલ, શ્રી વિપુલ એન પંચાલ ઉપસ્થિત રહી હોસ્પિટલ પ્રોજેક્ટની કામગીરીથી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈને વિસ્તૃત પૂર્વક માહિતગાર કર્યા હતા. અત્રે નોંધનીય છે કે યુઆઇએના પ્રમુખશ્રી નરેશભાઈ બંથીયા અને એમની ટીમે હોસ્પિટલ પ્રોજેક્ટની કામગીરીને પ્રાધાન્ય આપી પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની સાથે સાથે આજુબાજુના ગામડાઓને આશીર્વાદરૂપ સાબિત થનારી નિર્માણ થઈ રહેલી હોસ્પિટલની માંગ લાંબા સમયથી ચાલી આવતી હતી. આ કામગીરી માટે પહેલ કરનાર અગ્રણી ઉદ્યોગપતિશ્રી ઇશ્વરભાઇ બારી તેમજ એમની સમસ્ત ટીમના સહયોગ અને માર્ગદર્શન હેઠળ વર્તમાન પ્રમુખ શ્રી નરેશભાઈ બંથીયા અને એમની ટીમ સફળ પૂર્વક આગળ વધી રહી છે. જે પ્રશંસનીય કામગીરીની આજરોજ રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ દ્વારા ખાસ નોંધ લેવામાં આવી હતી.

Previous post