January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કોચરવા ગામે તુલજા ભવાની માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર ધાર્મિક કાર્યક્રમ બે દિવસ ઉજવાયો

શ્રાવણ માસ હોવાથી 12 પાર્થિવ જ્યોતિર્લિંગનું પૂજન-અર્ચન કરાતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપી નજીક આવેલ કોચરવા કુંભાર ફળીયામાં નિર્માણ પામેલા તુલજા ભવાની માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્‍યો હતો. તા.29, 30 ઓગસ્‍ટના રોજ બે દિવસ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શાષાોક્‍તવિધિ સાથે સ્‍થાપન પૂજા, આરતી અને દ્વાદશ જ્‍યોર્તિલિંગનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
ધાર્મિક કાર્યક્રમમાં શાષાોક્‍તવિધિ પાર પાડનાર ગામના ગોર પ્રશિત ઈશ્વરલાલ જોષીએ જણાવ્‍યું હતું કે કોચરવા ગામના 7 ફળિયાના સૌ નાગરિકો, ભાવિકોએ તુલજા ભવાની માતાજી મંદિરના જીર્ણોદ્ધારમાં પોતાનું યોગદાન આપ્‍યું છે. આજના પ્રસંગે હાલ શ્રાવણ મહિનો ચાલતો હોવાથી 12 પાર્થિવ જ્‍યોર્તિલિંગનું પૂજન-અર્ચન કરવામાં આવ્‍યું હતું. સાથે સાથેઅભિષેકાત્‍મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ગ્રામવાસીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને પાર્થિવ જ્‍યોર્તિલિંગનું વિસર્જન કર્યું હતું.

Related posts

વાપી ચાર રસ્‍તા ઉપર થયેલ કરપીણ હત્‍યા કાંડ પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો

vartmanpravah

પારડી બ્રહ્મદેવ મંડળ કરાવશે કેદારનાથજીના દર્શન

vartmanpravah

વાપીમાં વલસાડ જિલ્લા અખિલ ભારતીય ઉપભોક્‍તા સંગઠનની મિટીંગ યોજાઈ : ગ્રાહક દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલીઃ વંકાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જામનારી કાંટાની ટક્કર

vartmanpravah

કડમાળથી સુબિર તરફ જતા રસ્‍તામાં ડ્રાઈવરે સ્‍ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સેન્‍ટ્રો કાર કોઝવે ઉપરથી નીચે પડી જતાં અકસ્‍માત સર્જાયો હતો

vartmanpravah

વાપીમાં પંડિત શ્‍યામજી કૃષ્‍ણા વર્માની પ્રતિમાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે અનાવરણ

vartmanpravah

Leave a Comment