(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: નવસારી એલસીબી પોલીસના પીઆઈ વી.જે.જાડેજા, પીએસઆઈ એસ.વી.આહિર, આર.એસ.ગોહિલ, હે.કો. ગણેશ દિનુભાઈ, લલિત અશોકભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન પૂર્વ બાતમીના આધારે ચીખલી તાલુકાના હોન્ડ પાટીયા નેશનલ હાઈવે 48 ઉપર મુંબઈ થી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબનો કથ્થઈ કલરનો આઈસર ટેમ્પો નં. એમએચ-16-સીડી-2587 આવતા જેને રોકી તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-2,916 જેનીકિં. રૂા. 5,02,800/- મળી આવતા જે અંગેની પાસ પરમીટ માંગતા ન હોવાનું જણાવતા પોલીસે આઇસર ટેમ્પો ચાલાક જગદીશ ઉર્ફે ચંદુ બાબુલાલ બિશ્નોઈ (ઉ.વ.26), (રહે.સોનળીગામ, તા.સેડવા જી.બાડમેર, રાજસ્થાન) ને ઝડપી પાડયો હતો. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર નવલારામ ક્રિષ્ણારામ ચૌધરી (જાટ) (મૂળ રહે.દુધુગામ, તા.ચોટણ, જી.બાડમેર) (હાલ રહે.મનોર જી.પાલઘર મહારાષ્ટ્ર) તેમજ પલસાણાથી હજીરા રોડ ઉપર દારૂનો જથ્થો લેવા આવનાર એક અજાણ્યો ઈસમને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી પોલીસે ઉપરોક્ત ગુનામાં આઈસર ટેમ્પો, એક મોબાઈલ મળી કુલ્લે રૂા. 15,07,800/- નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ પોલીસ કરી રહી છે.
