January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને ટાસ્‍ક ફોર્સની બેઠક મળી

નવરાત્રિમાં વિવિધ ગરબા સ્‍થળે સરકારની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર કરવા સૂચન કરાયુ

વલસાડમાં સખી વન સ્‍ટોપ સેન્‍ટર માટે જમીન અને કપરાડામાં પોલીસ બેઝ સપોર્ટ સેન્‍ટર માટે દરખાસ્‍ત કરવા જણાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.20: વલસાડ જિલ્લા કલેકટરશ્રી વતી જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષ સ્થાને “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર (PBSC) ની જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક મળી હતી. જેમાં નવરાત્રીના દિવસો દરમિયાન વિવિધ ગરબા સ્થળો પર સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું. ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટર માટે જમીન ફાળવણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સેન્ટર પર ચાલતા વિવિધ કેસો અને ગ્રાંટ વિશે ચર્ચા કરવામાં આવી હતી. હેલ્પલાઇન નંબર ૧૮૧ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન બેટી બચાવો, બેટી પઢાવો યોજનાના વિવિધ કાર્યક્રમો વિશે ચર્ચા થઈ હતી. ડ્રોપ આઉટ કિશોરીઓને વિવિધ ટ્રેનિંગમાં જોડવાની ચર્ચા પણ કરવામાં આવી હતી. શાળાની કિશોરીઓને Menstrual Hygiene વિશે તાલીમ આપવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સૂચન કર્યુ હતું. ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન(DHEW) દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. PBSC સેન્ટરમાં આવતા વિવિધ કેસો વિશે ચર્ચા કરવામાં આવી હતી. કપરાડામાં નવા સેન્ટર માટે દરખાસ્ત મોકલવા બાબત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં મહિલા અને બાળ અધિકારીશ્રી, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, જિલ્લા શિક્ષણાધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા એકમ, ICDS વિભાગ, બાળ સંરક્ષણ ગૃહ ધરાસણા અને તમામ સમિતિના સભ્યો, DHEW સ્ટાફ, PBSC સ્ટાફ, OSC સ્ટાફ હાજર રહ્યો હતો.

Related posts

સાયલી ગામમાં પી.ટી.એસ. નજીક દીપડો દેખાતા પાંજરું ગોઠવવામાં આવ્‍યું

vartmanpravah

ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર ટામેટા ભરેલ ટેમ્‍પો અને ટ્રક ભટકાતા અકસ્‍માત સર્જાયો

vartmanpravah

વલસાડ ભાગળ ગામે દરિયા કિનારે લાંગરેલી બોટમાં આજે શુક્રવારે મળસ્‍કે અચાનક આગ લાગી

vartmanpravah

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશે ઠેર ઠેર ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ : હજારો ભાવિકો જોડાયા

vartmanpravah

વલસાડ એલસીબી પોલીસે વાઘલધરા હાઈવે ઉપરથી રૂા.૧૪.૯૦ લાખનો દારૂનો જથ્થો ભરેલ ડમ્પર ઝડપી પાડ્યું

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે હેલ્‍પિંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટને કાર્ડિયાક/ઇન્‍ટેન્‍સીવ કેર એમ્‍બ્‍યુલન્‍સ અર્પણ કરાઇ

vartmanpravah

Leave a Comment