April 29, 2024
Vartman Pravah
ગુજરાતનવસારી

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ‘વિશ્વ નાળિયેરી દિવસ’ની કરાયેલી ઉજવણી

જન્મથી મૃત્યુ સુધી ઉપયોગમાં આવતું નાળિયેરી કલ્પવૃક્ષ સમાન છેઃ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડા+.ઝેડ. પી.પટેલ(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.૦૧
ઍ.આઇ.સી.આર.પી., અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના સંયુકત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ. પી.પટેલે વિશ્વ નાળિયેરી દિવસે કલ્પવૃક્ષને પૂજન કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ. પી.પટેલે જણાવ્યું હતું કે, માણસના જન્મથી માંડી લગ્ન અને મરણ સુધી સાથે રહેતા નાળિયેરને શ્રીફળ ઍટલે લક્ષ્મીજીનું ફળ શુકનવંતુ મનાય છે. નાળિયેરી ‘કલ્પવૃક્ષ’ સમાન છે કારણ કે નાળિયેરીના બધા જ ભાગો જેવા કે મૂળ, થડ, પાન, પુષ્પવિન્યાસ, ફળ તથા ફળના વિવિધ ભાગોનો ઉપયોગ મનુષ્યના જીવનમાં તેમજ ઉદ્યોગમાં થાય છે. અગાઉના સમયમાં લોકો નાળિયેરમાંથી પણિયારું, નાળિયેરીના પાનથી ઘરની છત, કરસાટા તેમજ કાથાની દોરી જેવી બનાવી વિવિધ ઉપયોગો કરતાં હતાં. દક્ષિણ ભારતના લોકોનું જીવન નાળિયેરી આધારિત છે. ત્યાં બહોળા પ્રમાણમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. કુલપતિશ્રીઍ વિશ્વ નાળિયેરી દિવસ અવસરે સૌને નાળિયેરીનો ઉછેર કરી, પગભર બનવા અનુરોધ કર્યો હતો.
નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રાદેશિક બાગાયત સંશોધન કેન્દ્રના ડો. સુનીલ ચૌધરીઍ નાળિયેરનું મહત્વ સમજાવી દરેક રાજયોમાં તેની જુદી જુદી બનાવટ તથા ઉપયોગિતા વિશે માહિતગાર કરાયા હતાં. સેમિનારમાં ઉપસ્થિત ખેડૂત બહેનોને પણ નાળિયેરનો ઉછેર કરીને આવક વધારવા જણાવ્યું હતું. કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. સી.કે.ટીંબડીયાઍ જણાવ્યું હતું કે, નાળિયેરીનો પાક સખત પથ્થરના પડવાળી જમીન સિવાય લગભગ દરેક પ્ર

કારની જમીનમાં ઉગાડી શકાય છે. આ પાક માટે દરિયાકાંઠાની ફળદ્રુપ અને સારા નિતારવાળી, રેતાળ, ગોરાડુ, કાંપવાળી જમીન વધુ અનુકૂળ આવે છે. જિલ્લામાં વધુને વધુ લોકો નાળિયેરીનો ઉછેર કરવા સાથે નાળિયેરીનું મહત્વ સમજાવ્યું હતુંં. વ્યારા ખાતે નાળિયેરીમાંથી શ્રીગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના ડો.પી.પી.ભાલેરાવે જણાવ્યું હતું કે, ૨ જી સપ્ટેમ્બરે નાળિયેરી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખેડૂતોઍ પોતાની વધારાની આવક માટે નાળિયેરનો ઉછેર કરવા જણાવી નાળિયેરની મહત્તા વિશે સવિસ્તાર માહિતી આપી હતી.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના શ્રીમતી આરતીબેન સોનીઍ નાળિયેરીના રેસામાંથી વિવિધ બનાવટો તથા નવસારી કૃષિ યુનિવર્સિટીના ડો. જીલેન મયાણીઍ નાળિયેરીમાં મૂલ્યવર્ધન વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી તથા મહાનુભાવોના હસ્તે તમામ ઉપસ્થિત બહેનોને નાળિયેરી ઉછેર માટે આપવામાં આવી હતી. તેમજ કૃષિ યુનિવર્સિટીના ફાર્મમાં કામ કરતાં શ્રમિકોના બાળકો માટે નોટબુક વિતરણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના ડો. પી.કે.શ્રીવાસ્તવ, ડો. સુમિત સાલુંકે સહિત મહિલા ખેડૂતો ઉપસ્થિત રહ્ના હતાં.

Related posts

વાપીના વીઆઈએમાં રાષ્‍ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની જુદા જુદા કાર્યક્રમો થકી કરાઈ કરાયેલી ઉજવણી

vartmanpravah

દીવના રાઈજીન્‍ગ સ્‍ટારનું શિતલ રિસોર્ટમાં કરવામાં આવ્‍યું સન્‍માન

vartmanpravah

મરલા-ગામથાણા ખાતે તા.૧ થી ૭ મી એપ્રિલ શ્રીમદ ભાગવત કથા યોજાશે

vartmanpravah

નર્મદા સેવા અને શ્રમ શિબિરમાં ભાગ લેવા અરજી કરવા અપીલ

vartmanpravah

વાપીમાં કામ ચલાઉ ડેપોમાં સુવિધા ઉપલબ્‍ધ કરાવવા નિગમના ઉચ્‍ચ અધિકારીઓએ સ્‍થળ મુલાકાત લીધી

vartmanpravah

ધરમપુર બેઠક ઉપર ચતુષ્કોણીય જંગઃ અપક્ષ ઉમેદવાર તરીકે આજે તા.પં. સભ્ય કલ્પેશ પટેલ ઉમેદવારી નોંધાવશે

vartmanpravah

Leave a Comment