September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોલક ડુંગરીવાળી ખાતે ડમ્‍પરમાં પાછળથી બાઈક ઘૂસી જતા અકસ્‍માતઃ પિતા તથા સાત વર્ષના બાળકનું કરૂણ મોત

રોડ પર ઉભેલા ડમ્‍પરમાં પાછળથી બાઈક ઘૂસી જતા થયો અકસ્‍માતઃ પત્‍ની તથા અન્‍ય એક બાળક સારવાર હેઠળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.01: પારડી તાલુકાના કોલક ખાતે રહેતા જીગ્નેશ મહેશભાઈ હળપતિ ઉ.વ. 27 ગઈકાલે સાંજેપોતાના પરિવાર સાથે રેટલાવથી પરત પોતાની મોટરસાયકલ નંબર જીજે 15 ડીપી 6610 લઈ પોતાના ઘર કોલક આવી રહ્યા હતા. આ દરમિયાન ડુંગર વાળી ખાતે રોડ પર ઉભેલ ડમ્‍પર નંબર જીજે 16 એવી 6410 નજરે ન ચડતા જીગ્નેશભાઈની મોટરસાયકલ પાછળથી ડમ્‍પરમાં ઘૂસી જતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં જીગ્નેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું સ્‍થળ પર જ કરુણ મોત થયું હતું જ્‍યારે પત્‍ની પૂનમ તથા બે છોકરાઓ હેનીલ ઉ.વ.7 અને જેનીશ ઉ.વ.5 ને ઈજાઓ થતા 108 દ્વારા પારડી કુરેશી હોસ્‍પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા જ્‍યાં સારવાર દરમિયાન હેનીલ ઉં.વ.7નું પણ કરુણ મોત થતાં સમગ્ર કોલકમાં ગમગીની છવાઈ ગઈ હતી. સ્‍થાનિકોને જણાવ્‍યા પ્રમાણે અહીં ઊભેલા આ ડમ્‍પર બિલકુલ રોડ પર ઉભેલું હતું અને ડમ્‍પરની પાકિર્ંગ લાઈટ પર બંધ હતી સાથે સાથે રેડિયમ કે રિફલેકટર પણ ડમ્‍પર પર ન હોય આ ડમ્‍પર અંધારામાં નજરે ન ચડતા આ અકસ્‍માત થવાનું જણાવી રહ્યા છે.

Related posts

લંડન-કેન્‍યાના 108 એન.આર.આઈ.એ વાપી મુક્‍તિધામની મુલાકાત લીધી : ભુજમાં શીશુકુંજ શાળાના ભંડોળ માટે રિક્ષાયાત્રા

vartmanpravah

વાપી હાઈવે દમણગંગા બ્રિજ પાસે રોયલ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં કાર્યરત ફાર્મા કંપનીમાં આગ

vartmanpravah

ચીખલીના સારવણીથી બોગસ ડોક્‍ટરને ઝડપતી નવસારી એસઓજી પોલીસ

vartmanpravah

વલસાડમાં હિટ એન્‍ડ રન કેસમાં મોતને ભેટલા મૃતકોના વારસદારોને રૂ. બે લાખનું વળતરના હુકમ એનાયત કરાયા

vartmanpravah

વહેલી સવારે ટ્રેલર ચાલકને ઝોકું આવી જતા આગળ જતી ટ્રક પાછળ ઘુસ્‍યું ટ્રેલર

vartmanpravah

ભગવાન શ્રીકળષ્‍ણ વિશે આપત્તિજનક પોસ્‍ટ કરનારા ધરમપુર તાલુકાના તુંબી ગામના દંપતિ સામે કાર્યવાહી કરવા માંગ

vartmanpravah

Leave a Comment