January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નવસારી જિલ્લામાં ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ મીટરના રાષ્ટ્ર ધ્વજ સાથે ભવ્ય યાત્રા નીકળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.10: “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ભવ્યાતિભવ્ય ઉજવણીના ભાગરૂપે માન.આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ૭૫ મીટરની રાષ્ટ્ર ધ્વજ યાત્રા નીકળી. નવસારી જિલ્લાની શાળાઓ, કોલેજના NCC NSS ના વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓ મળી ૫૦૦૦ થી વધુ નગરજનોએ વી.એસ.પટેલ કોલેજ બીલીમોરાથી વિશાળકાય તિરંગા યાત્રા કાઢી હતી. હર ઘર તિરંગા યાત્રા શહેરમાં પ્રવેશતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં તમામ ઉર્જાવાન વિદ્યાર્થીઓ તેમજ નગરજનનો અપાર ઉત્સાહ અને ઉમંગ થકી સમગ્ર તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Related posts

દેશમાં નવા ત્રણ કાયદાના અમલને અનુસંધાને પારડી પોલીસ દ્વારા સેમિનારનું કરાયેલું આયોજન

vartmanpravah

સરીગામની કોરોમંડલ કંપનીએ પાલિ કરમબેલીની પ્રયોગશાળામાં ઉપકરણોની કરેલી મદદ

vartmanpravah

વલસાડ તડકેશ્વર પાર્ટી પ્‍લોટના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : મંડપ ડેકોરેશનનો સામાન ખાખ

vartmanpravah

દમણમાં પડેલા પહેલાં વરસાદથી સર્જાયેલી ઠંડકઃ વાવણીલાયક વરસાદ માટે ખેડૂતોને હજુ રાહ જોવી પડશે

vartmanpravah

વાપી શાકમાર્કેટમાં ડિમોલિશન કાર્યવાહીમાં પથ્‍થરમારો કરનાર 15 આરોપી પૈકી 8ની ધરપકડ

vartmanpravah

ભીલોસા ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા નરોલી ગ્રામ પંચાયતને મોક્ષ રથની અપાયેલ ભેટ: જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાના હસ્‍તે મોક્ષ રથનું કરાયું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment