Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીના તબીબ પરિવારને ટુકવાડા હાઈવે પર અકસ્‍માત નડયો : મર્સિડીઝ કારને અજાણ્‍યા ટ્રકે ટક્કર મારી

ડો.કૃણાલ શાહ પત્‍ની અને પૂત્ર ભાઈના ઘરેથી પરત ફરી વાપી આવતા ઘટેલી ઘટના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપીનો તબીબ પરિવાર ટુકવાડા સબંધીને ઘરેજવા મર્સિડીઝ કાર લઈને નિકળ્‍યો હતો. બાદમાં વાપી પરત ફરતા હતા ત્‍યારે હાઈવે ઉપર અજાણ્‍યા ટ્રકે મોઘીદાટ કારને ટક્કર મારી ભાગી ગયો હતો. કાર સવાર માતા-પુત્રને સદ્દનસીબે કોઈ ઈજા પહોંચી નહોતી.
પ્રાપ્ત વિગતો મુજબ વાપીના ડો.કૃણાલ શાહના પત્‍ની મોનીબેન શાહ અને પુત્ર વંશ શાહ આજે સવારે ટુકવાડા ભાઈના ઘરે મળવા ગયા હતા. મળીને બપોર પછી વાપી પરત આવવા કારમાં નિકળ્‍યા હતા ત્‍યારે હાઈવે ઉપર મર્સિડીઝ કાર નં.જીજે 05 જે.ઈ. 7701 ને અજાણ્‍યો ટ્રક ચાલક ટક્કર મારી ભાગી છૂટયો હતો. ઘટનાની જાણ મોનીબેનએ ભાઈ અભય શાહને કરતા અભયભાઈએ 100 નંબર પર ડાયલ કરી પોલીસને જાણ કરી હતી. પોલીસે અજાણ્‍યા ટ્રક ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. અકસ્‍માતમાં માતા-પુત્રનો હેમકેમ બચાવ થયો હતો. જો કે કારને નુકશાન થવા પામ્‍યું હતું.

Related posts

દાનહના ખરડપાડામાં શનિવારે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

તાલુકામાં ગ્રા. પં.ની ચૂંટણી માટે ચીખલી મામલતદાર અને તાલુકા પંચાયત એમ બે કચેરીમાંજ ઉમેદવારી પત્રકો સ્‍વીકારવાની કામગીરી હાથધરાઈ

vartmanpravah

લક્ષદ્વીપના બંગારામ ખાતે ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુએ દરિયાઈ પાણીના રિવર્સ ઓસ્‍મોસિસ પ્‍લાન્‍ટનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પહેલો સંઘપ્રદેશ છે જ્‍યાં સતત વિકાસ લક્ષ્ય (એસડીજી) ઉપર વર્કશોપનું કરાતું આયોજન : નીતિ આયોગના નોડલ ઓફિસર સંયુક્‍તા સમદાર

vartmanpravah

દાનહના સામરવરણી ગામ ખાતે નક્ષત્ર સોસાયટીમાં રહેતા યુવાનનું અજાણ્‍યા લોકોએ કરેલું અપહરણ

vartmanpravah

સેલવાસમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને સત્‍કારવા બની રહેલો ઐતિહાસિક માહોલ

vartmanpravah

Leave a Comment