October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા શિવશીવા રેસિડેન્‍સી પાસે જીઈબીના ખુલ્લા ટ્રાન્‍સફોર્મરને લીધે 7 વર્ષના કિશોરને કરંટ લાગ્‍યો

ઘાયલ તરૂણ પ્રમોદ સોનખીયા હોસ્‍પિટલમાં સારવાર હેઠળ જીઈબીની લાપરવાહી ઉજાગર થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી છરવાડા રમઝાનવાડી વિસ્‍તારમાં નિર્માણાધિન શિવશીવા રેસિડેન્‍સી પાસે જીઈબી દ્વારા લગાવાયેલ ટ્રાન્‍સફોર્મરથી એક 7 વર્ષિય કિશોરને વીજ કરંટ લાગતા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
વાપીમાં કન્‍સ્‍ટ્રકશન સાઈટો ઉપર જીઈબી ટ્રાન્‍સફોર્મર બેસાડીને બિલ્‍ડરોની વીજળી આપુર્તિ કરતી રહે છે પરંતુ ટ્રાન્‍સફોર્મર ચોમેર વાડ કે સુરક્ષા વગર ઉભા કરી દેવાય છે. તેવા ખુલ્લા ટ્રાન્‍સફોર્મરથી એક બાળકને વીજ કરંટ લાગવાની ઘટના આજે બની હતી. છરવાડારમઝાનવાડી સ્‍થિત શિવશીવા રેસિડેન્‍સી સામે જીઈબીનું ખુલ્લુ ટ્રાન્‍સફોર્મર કાર્યરત છે. બાજુની સોસાયટી સાંઈલીલા રેસિડેન્‍સીનો 7 વર્ષિય બાળક તરૂણ પ્રમોદભાઈ સોનખીયા રમતા રમતા ટ્રાન્‍સફોર્મર પાસે પહોંચી ગયો હતો. જ્‍યાં તેને અચાનક કરંટ લાગતા કિશોરને તાત્‍કાલિક હરિયા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. જીઈબીની બેદરકારીને લીધે એક 7 વર્ષનો બાળક આજે જીંદગી અને મોત વચ્‍ચે સંઘર્ષ કરી રહ્યો છે.

Related posts

ઉદવાડા દરિયા કિનારેથી મળેલ શંકાસ્‍પદ પદાર્થ 6 કરોડનું ચરસ હોવાનું બહાર આવ્‍યું

vartmanpravah

સાંસદ ધવલભાઈ પટેલના વલસાડમાં વિધિ પૂજા સાથે જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ

vartmanpravah

વલસાડમાં ‘ઇન્ટરનેશલ કોસ્ટલ ક્લીનઅપ ડે’ નિમિત્તે તિથલ બીચ અને દરિયાઈ તટની સાફ સફાઈ કરવામાં આવી

vartmanpravah

ચીખલીના ઢોલુમ્‍બર પ્રાથમિક શાળાના આચાર્યએ આખરે બદલીનો હુકમ સ્‍વીકારી નવા સત્રના પ્રથમ દિવસે શાળા પરથી છૂટા થતા તંત્રને રાહત

vartmanpravah

સ્‍વયંસેવક દિવસ નિમિત્ત ભારત સ્‍કાઉટ ગાઈડ દ્વારા સ્‍વિમિંગની તાલિમ પૂર્ણ કરાઈ

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓએ ઉદવાડા દરિયા કિનારે સ્‍વચ્‍છતા અભિયાન કર્યુ

vartmanpravah

Leave a Comment