વિદ્યાર્થી નિક્ષિત સુમિત બેડીયાનું જિલ્લા સ્તરે શાનદાર પ્રદર્શન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: વાપીની સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓની અનેક પ્રતિભાશિક્ષણ સાથે રમત ગમત સાંસ્કૃતિક-જેવી ઈતર પ્રવૃત્તિઓમાં પોતાની શાનદાર પ્રતિભા અવાર નવાર ઉજાગર કરતા હોય છે. તેવી પ્રતિભા વાપી જ્ઞાનધામ સ્કૂલના એક વિદ્યાર્થીએ વલસાડ જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી સ્કૂલ અને વાપીનું નામ રોશન કર્યું છે.
વાપી જ્ઞાનધામ સ્કૂલમાં અભ્યાસ કરતો નિક્ષિત સુમિત બેડીયાએ જિલ્લા સ્તરની ટેબલ ટેનિસ સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા તાજેતરમાં આયોજીત ટેબલ ટેનિસ સ્પર્ધામાં નિક્ષિત બેડીયાએ અંડર 15 ની રેન્જમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નિક્ષિત બેડીયા જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. સ્કૂલ પરિવાર અને વાપીનું નામ નિક્ષિતએ રોશન કર્યું હતું.