October 14, 2025
Vartman Pravah
દીવ

દીવના દરિયામાં ફસાયેલી ફિશિંગ બોટ દમણ કોસ્‍ટગાર્ડના હેલીકોપ્‍ટરની મદદથી સાત ખલાસીઓનો થયો આબાદ બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.14
દીવ વણાંકબારાના ગોમતી માતા બીચ ખાતે આશરે પાંચ સાડા પાંચની આસપાસ બોટફસાઈ હોવાની જાણકારી મળતાં લોકોમાં ડર વ્‍યાપી ગયો હતો, અને ગોમતી માતા બીચ પર પહોંચ્‍યા હતા.
કોટડાની એક ફિશિગ બોટનું એન્‍જીન મધદરિયે અચાનક બંધ થઈ જતાં દરિયામાં રહેલ બીજી ફિશિગ બોટના સહારે બોટને કિનારે લઈ જવાનો પ્રયાસ કરતા હતા, ત્‍યારે થોડે દૂર જઈને બંને વચ્‍ચે બાંધવામાં આવેલ દોરડું તૂટી જતા એન્‍જિન બંધ વાળી બોટ ફસાઈ હતી.
જેની અંગેની જાણકારી દીવ જિલ્લાના કલેકટર શ્રીમતી સલોની રાય, પોલીસ અધિક્ષક શ્રી અનુજ કુમાર, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી હરમિન્‍દર સિહ, સીઈઓ શ્રી વૈભવભાઈ રીખારી, ફિશરીઝ ઓફિસર શ્રી સુકર અંજાણી વગેરેને થતા ગોમતી માતા બીચ ખાતે દોડી આવ્‍યા હતા અને ફસાઈ ગયેલ બોટના માછીમારોને બચાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્‍યા હતા.
દીવ જિલ્લાના કલેકટર શ્રીમતી સલોની રાયે પોરબંદર કોસ્‍ટગાર્ડનો સંપર્ક કર્યો હતો. આ કોસ્‍ટગાર્ડની મદદથી બોટમાં ફસાયેલા સાત ખલાસીઓનું રેસ્‍કયુ કરી હેલીકોપ્‍ટરની મદદથી આબાદ બચાવ કરવામાં આવ્‍યો હતો અને હેલીકોપ્‍ટર દ્વારા માછીમારોને કિનારે પહોંચાડવામાં આવ્‍યા હતા.
કિનારે પહોંચતા માછીમારોના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને દીવ પ્રશાસનનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. 108ની મદદ દીવ સરકારી હોસ્‍પિટલ પહોંચાડવામાંઆવ્‍યા ત્‍યાં આ સાતેય માછીમારોને સારવાર આપવામાં આવી હતી.
ગોમતી માતા બીચ પર બચાવ કાર્ય અને સાતેય માછીમારોને સુરક્ષિત કિનારા પર પહોંચાડવા બદલ કલેકટર શ્રીમતી સલોની રાય અને પોલીસ અધિક્ષક શ્રી અનુજ કુમારે પોરબંદર કોસ્‍ટગાર્ડનો આભાર માન્‍યો હતો. રેસ્‍કયુ સમયે ડિસ્‍ટ્રીકટ પંચાયત પ્રમુખ અમળતાબેન અમળતલાલ, વણાંકબારા સરપંચ મિનાક્ષીબેન જીવન, જિલ્લા પંચાયત સભ્‍ય લક્ષ્મીબેન મોહનભાઈ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. માછીમારોને બચાવવા ફાયર બ્રિગેડ, પોલીસકર્મીઓ વગેરે ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા.

Related posts

vartmanpravah

દમણના મહિલા મંડળના સ્‍થાપક પ્રભાબેન શાહની ભારત સરકારે પદ્મશ્રી પુરસ્‍કાર માટે કરેલી જાહેરાત

vartmanpravah

દાનહની શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે આચરેલા દુષ્‍કર્મ સંદર્ભે સંઘપ્રદેશ ભાજપાએ પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા કરવા કરેલી માંગ

vartmanpravah

સત્ર ન્‍યાયાલય સેલવાસનો શિરમોર ચુકાદો: સાયલીમાં પત્‍નીની હત્‍યા કરનાર પતિને આજીવન કેદ

vartmanpravah

દમણ લાઈટ હાઉસ ખાતે આયોજીત ‘ગો ગર્લ્‍સ નાઈટ રન’માં દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખ પ્રથમ નંબરે વિજેતા બન્‍યા

vartmanpravah

સરકારે નક્કી કરેલા દર પ્રમાણે લઘુત્તમ વેતન નહીં ચુકવાતા નરોલી ગામની પર્લ થેર્મોપ્‍લાસ્‍ટ પ્રાઇવેટ લી.ના કામદારો પગાર મુદ્દે હડતાલ પર

vartmanpravah

Leave a Comment