June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી(NIFT) દમણ કેમ્‍પસ ખાતે ઓપન હાઉસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ ફેશન ટેક્‍નોલોજી (NIFT)એ તેના દમણ કેમ્‍પસમાં દાદરા નગર હવેલી, દમણ અને દીવના કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવા ઓપન હાઉસ માટેની પહેલ શરૂ કરી છે.આ પહેલનો હેતુ ખાસ કરીને બેચલર ઓફ ડિઝાઇન અને માસ્‍ટર ઓફ ફેશન મેનેજમેન્‍ટ ડિગ્રી માટે અરજી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પરામર્શ કરવાનો છે. NIFT અભ્‍યાસક્રમોમાં પ્રવેશ રાષ્‍ટ્રીય સ્‍તરની પ્રવેશ પરીક્ષા પર આધાર રાખે છે, તેથી આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને પરીક્ષાઓની તૈયારીમાં માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાનું કામ કરે છે. ગત વર્ષે, આ પહેલે ઘણાં વિદ્યાર્થીઓને મદદ કરી હતી, જેમાં છ(6) સ્‍થાનિક વિદ્યાર્થીઓને દમણ કેમ્‍પસમાં પ્રવેશ મેળવવા માટે લાયક બનાવ્‍યા. આ અવસરે ડાયરેક્‍ટર ડૉ. સંદીપ સાચને આ વખતે વધુ વિદ્યાર્થીઓને સમાવવા માટે આ સફળતાને બમણી કરવાનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે હંમેશા સ્‍થાનિક વિદ્યાર્થીઓ માટે સમાન પ્રતિનિધિત્‍વ અને તકો સુનિશ્ચિત કરવામાં ઊંડો રસ દાખવ્‍યો છે.

Related posts

દીવ વણાંકબારા કોસ્‍ટલ પોલીસે દારૂ સાથે એક વ્‍યકિતની કરેલી ધરપકડ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો માટે પાંચ દિવસીય વૈદિક ગણિત તાલીમનો પ્રારંભ

vartmanpravah

કરાટે નેશનલ ચેમ્‍પિયનશીપમાં દાનહને 3 ગોલ્‍ડ 1 બ્રોન્‍ઝ મેડલ

vartmanpravah

સંજાણ-સુરત મેમુ ટ્રેનમાં દારૂના જથ્‍થા સાથે વલસાડમાં બે ખેપીયા ઝડપાયા

vartmanpravah

વલસાડ રાષ્‍ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્‍તિ માટે જિલ્લા કલેક્‍ટરને પાઠવેલું આવેદનપત્ર

vartmanpravah

સગર્ભા અને પ વર્ષ સુધીના બાળકોના સ્‍વાસ્‍થ્‍ય માટે વલસાડ તાલુકામાં બાલ પોષણના પ્રોજેક્‍ટનો શુભારંભ

vartmanpravah

Leave a Comment