Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા દાદરા ખાતે ઝોન લેવલ પ્રશ્નમંચ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

પ્રશ્નમંચ સ્‍પર્ધામાં દાદરા કેન્‍દ્રની 8 અને અથોલા કેન્‍દ્રની 4 ટીમોએ લીધેલો ભાગઃ કેન્‍દ્ર શાળા દાદરા વિજેતા અને પ્રાથમિક ગુજરાતી શાળા ડુંગરી ફળિયા રનર્સ અપ રહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષણ અંતર્ગત શાળાના બાળકો માટે પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા દાદરા ખાતે ઝોન લેવલે એક દિવસીય પ્રશ્નમંચ સ્‍પર્ધા-2023નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રશ્નમંચમા દાદરા કેન્‍દ્રની ચાર અને અથોલા કેન્‍દ્રની ચાર કુલ આઠ ટીમે ભાગ લીધો હતો. જેમા કેન્‍દ્ર શાળા દાદરા વિજેતા બની અને પ્રાથમિક ગુજરાતી શાળા ડુંગરી ફળિયા રનર્સઅપ રહ્યું હતું. વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમને પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશભાઈ ભંડારી અને ટીમના હસ્‍તે શીલ્‍ડ, સર્ટિફિકેટ અને પ્રોત્‍સાહન ઈનામ અર્પણ કરવામાં આવ્‍યા હતા. સમગ્ર પ્રશ્નમંચ હરીફાઈ દરમિયાન દરેક ટીમે અને શિક્ષકોએ તથા બાળકોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો અને પ્રશ્નમંચની મજા માણી હતી. આમ શાળાના ઝોન લેવલનો પ્રશ્ન મંચ પ્રોગ્રામ ખૂબ જ ઉત્‍સાહથી સંપન્ન થયો હતો. મુખ્‍ય અતિથિના સંદેશ દ્વારા આ ક્‍વિઝ કોમ્‍પિટિશનનો મુખ્‍ય હેતુ બાળકો પોતાના વિષયમાં પારંગત બને તથા જીકે જેવા વિષયમાં પોતાની રસરૂચી વધારીને શાળા તથા જિલ્લાનું નામ રોશન કરે એવા આશિર્વચનોથી આ ક્‍વિઝ કોમ્‍પિટિશન પૂર્ણ થઈ હતી. આ અવસરે મુખ્‍ય અતિથિ રૂપે જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષાઅધિકારી શ્રી જયેશભાઈ ભંડારી, સીઆરસી કો-ઓર્ડિનેટર દાદરા શ્રી દેવેન્‍દ્રભાઈ મહિપતભાઈ જોષી, સી.આર.સી. કો-ઓર્ડિનેટર અથોલા શ્રીમતી જીજ્ઞાબેન પંકજસિંહ રાઠોડ, કેન્‍દ્ર શાળા દાદરાના આચાર્યા શ્રીમતી ભારતીબેન જે. સોલંકી, કેન્‍દ્ર શાળા અથોલાના આચાર્યા શ્રીમતી અલ્‍પાબેન જી. આહીર ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્‍થિતિમાં લક્ષદ્વીપના મહત્‍વપૂર્ણ વિષયો ઉપર કરાયેલી ચર્ચા-વિચારણા

vartmanpravah

વાપી નગરપાલિકાની અનોખી પહેલ, દર ગુરૂવારે વિકાસલક્ષી કામોની રિવ્‍યુ બેઠક મળશે

vartmanpravah

નવસારી પુરવઠા અધિકારી રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

દાનહમાં 108 એમ્‍બ્‍યુલન્‍સની ઝડપી સેવા મળી રહે એના માટે નવીટેક્‍નીકનો શુભારંભ

vartmanpravah

દાદરા મેઈન રોડ ઉપર રાત્રે પુરપાટ ઝડપે આવતી કારે રોડની બાજુમાં બેસેલ ગાયોને ટક્કર મારી : એક ગાયનું મોત

vartmanpravah

દાનહ-રખોલી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment