April 23, 2024
Vartman Pravah
ગુજરાતવલસાડ

વલસાડ જિલ્લાનો વરસાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14:

વલસાડ જિલ્‍લા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ કંટ્રોલરૂમ તરફથી મળેલ વિગતો અનુસાર જિલ્લામાં તા. 14/09/2021 ના રોજ સવારે 6.00 કલાકે પૂરા થતા છેલ્‍લા 24 કલાક દરમિયાન ઉમરગામતાલુકામાં 108 મી.મી., કપરાડા તાલુકામાં 186 મી.મી., ધરમપુર તાલુકામાં 165 મી.મી., પારડી તાલુકામાં 71 મી.મી., વલસાડ તાલુકામાં 75 મી. મી. અને વાપી તાલુકામાં 126 મી. મી. વરસાદ નોંધાયો છે.
મોસમના કુલ વરસાદની વિગતો જોઇએ તો ઉમરગામ તાલુકામાં 2161 મી.મી. (85.08 ઇંચ), કપરાડા તાલુકામાં 2303 મી.મી. (90.67 ઇંચ), ધરમપુર તાલુકામાં 1801 મી.મી. (70.91 ઇંચ), પારડી તાલુકામાં 1599 મી.મી. (62.95 ઇંચ), વલસાડ તાલુકામાં 1626 મી.મી. (64.02 ઇંચ) અને વાપી તાલુકામાં 2015 મી.મી. (79.33 ઇંચ) વરસાદ નોંધાયો છે. આમ મોસમનો સરેરાશ 1917.50 મી. મી. એટલે કે, 75.49 ઇંચ વરસાદ વરસી ચૂકયો છે. દરમિયાન આજે સવારે 6.00 થી સાંજના 4.00 વાગ્‍યા દરમિયાન ઉમરગામ તાલુકામાં 20 મી.મી., કપરાડા તાલુકામાં 12 મી.મી., ધરમપુર તાલુકામાં 05 મી.મી., પારડી તાલુકામાં 28 મી. મી., વલસાડ તાલુકામાં 29 મી.મી. અને વાપી તાલુકામાં 24 મી.મી. વરસાદ નોંધાયો છે.

Related posts

વાપી-વલસાડ રેલવે લાઈન વચ્ચે બે અકસ્માત સર્જાયા: સરોધી નજીક અજાણ્‍યાએ આપઘાત કર્યો : વલસાડ સ્‍ટેશને યુવાન પટકાયો

vartmanpravah

વાપી મોરાઈમાં બની રહેલ બિલ્‍ડીંગ સામે બની રહેલ ગેરેજને તોડી પાડવા બિલ્‍ડરે ધમકી આપી

vartmanpravah

દમણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ‘વિદ્યાર્થી હુંકાર’ સંમેલન યોજાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.28 અને તા.29 માર્ચે ઈ-શ્રમ કાર્ડના રજિસ્‍ટ્રેશન માટે મેગા ડ્રાઈવ યોજાશે

vartmanpravah

ચીખલી સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાના ખાતેદારનું અકસ્‍માતમાં મોત નિપજતા બેંક દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત પરિવારને બે લાખ રૂપિયાનો ચેક એનાયત કરાયો

vartmanpravah

ઉમરગામથી વલસાડ જવા ટ્રેનમાં નિકળેલ પિતા સૂઈ જતા બે વર્ષની પૂત્રનું કોઈ અપહરણ કરી ગયું

vartmanpravah

Leave a Comment