September 1, 2026
Vartman Pravah
ગુજરાતવલસાડ

કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીની મંત્રી તરીકે તાજપોશી થતાં જિલ્લા ભાજપમાં આનંદો

વાપી, વલસાડ, પારડી, ધરમપુર, કપરાડામાં કાર્યકરોએફટાકડા ફોડી ઉત્‍સવ મનાવ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
વલસાડ જિલ્લાના રાજકીય ઈતિહાસમાં આજનો ગુરુવારનો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ જશે. પારડીના ધારાસભ્‍ય શ્રી કનુભાઈ દેસાઈની કેબીનેટ મંત્રી અને કપરાડા ધારાસભ્‍ય શ્રી જીતુભાઈ ચૌધરીની રાજ્‍યકક્ષાના મંત્રી તરીકે નવી રસકારમાં થયેલી તાજપોશીના સમાચારો સાથે વલસાડ જિલ્લાના ભાજપના ભાજપના કાર્યકરો જિલ્લાને મળેલા બે મંત્રીના ઉત્‍સાહને વધાવી લઈને વાપી, પારડી, ધરમપુર, કપરાડામાં ફટાકડા ફોડી કાર્યકરો જુમી ઉઠયા હતા.
ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે શ્રી વિજયભાઈ રૂપાણી સહિત આખા મંત્રી મંડળનું ભાજપ દિલ્‍હી હાઈકમાન્‍ડે બરખાસ્‍ત કરીને નવા મુખ્‍યમંત્રી તરીકે શ્રી ભૂપેન્‍દ્ર પટેલ અને તેમના રર જેટલા મંત્રીઓએ આજે ગાંધીનગર ખાતે યોજાયેલ શપથગ્રહણ સમારંભમાં શપથ લીધા હતા.
ગુજરાતના બદલાયેલા આ રાજકીય તખ્‍તાનો સૌથી વધારે લાભ વલસાડ જિલ્લાને થયો છે. પારડીના ધારાસભ્‍ય શ્રી કનુભાઈ દેસાઈ અને કેબીનેટ મંત્રી બનાવાયા છે. જ્‍યારે કપરાડાના ધારાસભ્‍ય શ્રી જીતુભાઈ ચૌધરીને રાજ્‍યકક્ષાના મંત્રી બનાવાયા છે. આ રાજકીય ઘટના વલસાડ જિલ્લા માટે સુવર્ણ અક્ષરે લખાઈ જશે. કારણ કે જિલ્લાને બે-બે મંત્રીઓ મળ્‍યા છે.

Related posts

કરચોંડ જિલ્લા પંચાયતના સભ્‍ય ભગવાન બાતરીએ 120 કાર્યકર્તાઓ સાથે વિધાનસભા જોવા ગાંધીનગરની મુલાકાતે

vartmanpravah

હિંગળાજ ગામે ખાડી કિનારે બોટમાંથી દારૂનો જથ્‍થો ઝડપાયો : ત્રણ ફરાર

vartmanpravah

કુકેરી ગામે રાત્રી દરમ્‍યાન લટાર મારતા બે દીપડાનો વીડિયો વાઈરલ થતાં સ્‍થાનિકોમાં ગભરાટ

vartmanpravah

મોબાઈલની મોકાણ : હર્યો ભર્યો સંસાર ઉજળતા રહી ગયો

vartmanpravah

અંભેટીથી વાપી કંપનીમાં થર્ડ સિફટમાં નોકરીએ જવા નિકળેલ યુવાનની બાઈક ઝાડ સાથે ભટકાતા મોત

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુજરાત બોર્ડ ઈંગ્‍લિશ મીડિયમ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓને આર્ટીફિશીયલ ઈન્‍ટેલિજન્‍સ ભણાવવામાં આવશે

vartmanpravah

Leave a Comment