September 5, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાત સ્‍થાપના દિને ધરમપુરની પ્રજાને ભેટઃ પાંચ નવી નક્કોર એસ.ટી. બસોનું લોકાર્પણ

ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને વાહન વ્‍યવહાર માટે સરળતા પડશેઃ રાત્રી રોકાણ પણ ગામમાં જ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: ધરમપુર એસટી ડેપો ખાતે તા.01 મે ગુજરાત સ્‍થાપના દિન નિમિત્તે તાલુકાના અંતરિયાળ ગામડાના લોકોને વાહન વ્‍યવહારની સુવિધા મળી રહે તેવા શુભ આશય સાથે ભેટ સ્‍વરૂપે (1) માની નાઈટ (2) ચવરા નાઈટ (3) તણસીયા નાઈટ (4) પાંચવેરા નાઈટ અને (5) કોસબાડી નાઈટ માટે મીડી બસનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ધરમપુરના ડેપો મેનેજર ભૂમિકાબેન પટેલે જણાવ્‍યું કે, અત્‍યાર સુધી આ ગામડાઓમાં બસો દોડતી હતી પરંતુ રાજ્‍ય સરકાર દ્વારા નવી નક્કોર મીડી બસ ફાળવવામાં આવી છે. જેના થકી અંતરિયાળ ગામડાના લોકોને ઝડપી વાહન વ્‍યવહાર માટે સુગમતા પડશે. આ મીડી બસ ગામડાના સાંકડા રસ્‍તા પરથી પણ સરળતાથી પસાર થઈ શકશે. આ પાંચેય બસ દિવસ દરમિયાન તો આ ગામડાઓના શિડ્‍યુલ પ્રમાણે દોડશે પણ રાત્રિ રોકાણ પણ જે તે ગામમાં કરશે. જેથી ગ્રામજનોને વાહન વ્‍યવહાર માટે ખાનગી વાહનો પર આધાર રાખવો પડશે નહીં.
આ લોકાર્પણ પ્રસંગે ડો. હેમતભાઇ પટેલ, ધરમપુરતાલુકા પંચાયતના મહામંત્રી ધનેશભાઇ ચૌધરી, તાલુકા પંચાયતના સદસ્‍ય સર્વશ્રી હરીભાઈ, શિવજીભાઈ, કાતિભાઈ, વિજયભાઇ, રમણભાઇ, મોતીભાઈ, ખાનસિંહભાઈ અને સરપંચ મોહનભાઇ સાથે વિભાગીય પરિવહન અધિકારી સ્‍નેહલ પટેલની ઉપસ્‍થિતિમાં ધરમપુરના ડેપો મેનેજર ભૂમિકાબેન પટેલ દ્વારા મુસાફર જનતાની સેવામાં બસનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

Related posts

રાષ્‍ટ્રીય એકતા દિવસના ઉપક્રમમાં એકતા માટે દોડેલું સમગ્ર દમણ

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં રૂપિયા બે કરોડના ખર્ચે નિર્માણ થનારી અધતન સુવિધા યુક્‍ત લાઈબ્રેરીથી પાલિકા વાલીઓમાં આનંદની લહેર

vartmanpravah

વાપી અંબામાતા મંદિરમાં પ્રથમ વખત ગૌસેવાના લાભાર્થે ભાગવત કથાનો પ્રારંભ

vartmanpravah

ચીખલી-ખેરગામ તાલુકામાં ગેરકાયદે પાંજરામાં પોપટ રાખનારાઓ પર વનવિભાગની રેડ

vartmanpravah

ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય કોષાધ્‍યક્ષ સુરજ કેરો અને અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી અશોક ખટરમલે દમણવાડા ગ્રા.પં.ના નંદઘર અને લાઈબ્રેરી નિહાળી પ્રશાસનની કરેલી સરાહના

vartmanpravah

વાપી લવાછામાં પરણિતાને ત્રણ વર્ષ ભોગવી પ્રેમી યુવકે લગ્નની ના પાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ

vartmanpravah

Leave a Comment