Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડસેલવાસ

લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડિસ્‍ટ્રીક્‍ટ-3232એફ2-ની રીજીયન-4માં આવતી વાપી, વલસાડ, પારડી, ઉદવાડા અને દમણની 12 ક્‍લબનો મેમ્‍બરશીપ વર્કશોપ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડીસ્‍ટ્રીક્‍ટ 3232એફ2 ની રીજીયન-4 માં આવતી વાપી, વલસાડ, પારડી, ઉદવાડા અને દમણની 12 ક્‍લબના પ્રમુખ, સેક્રેટરી; ખજાનચી તથા ઉપ પ્રમુખ માટે ડીસ્‍ટ્રીક્‍ટના જીએમટી/ જીઈટી કોઓર્ડીનેટર લા.મોનાબેન દેસાઈ દ્વારા મેમ્‍બરશીપ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. જેમાં વહીવટી દ્રષ્‍ટીએ ક્‍લબના સભ્‍યોને કેવી રીતે મોટીવેટ કરવા તથા સેવાકીય પ્રવૃત્તિમાં સારી રીતે જોડાઈને ક્‍લબ તથા ઝોન અને રીજીયન સહીત ડીસ્‍ટ્રીક્‍ટમાં કેવી રીતે નેતૃત્‍વ પૂラરુ પાડવુ તેમજ સભ્‍યોમાં જે કાંઈ સારા ગુણ/ કેપેબીલીટી છે તેનો સમાજને મહત્તમ લાભ આપી શકાય તેવું કાર્ય કરવામાં આવે તો જ ક્‍લબ થકી ડીસ્‍ટ્રીક્‍ટ વધુ મજબુત બનશે અને સમાજમાં રહેલ જરૂરીયાતમંદ વ્‍યક્‍તિઓની જરૂરીયાત પુરી કરીને સામાજીક ઉત્‍થાન કરવાના હેતુથી લા.મોનાબેન દેસાઈ દ્વારા એક નવતરપ્રયોગ કરી સફળ આયોજન કરવામાં આવેલય
આ સમયે ડીસ્‍ટ્રીક્‍ટ ગવર્નર લા.મુકેશભાઈ પટેલ; વાઈસ ગવર્નર-1 લા.દીપકભાઈ પખાલે (એમજેએફ) તથા વાઈસ ગવર્નર-2 લા.પરેશભાઈ પટેલ, પીએમસીસી જસ્‍વીકાબેન દેસાઈ તથા પૂર્વ ગવર્નર લા.વસંતભાઈ પટેલ હાજર રહી યોગ્‍ય માર્ગદર્શન આપેલ.
રીજીયન ચેરમેન ખુશમનભાઈ ઢીમર, ઝોન ચેરમેન લા.પીન્‍કેશભાઈ, લા.ફાલ્‍ગુનીબેન મહેતા તથા લા.શ્રીનિવાસુલુ મીટાજી સહીત લા.મોનોબેન દેસાઈની હોમ ક્‍લબ લાયન્‍સ ક્‍લબ ઓફ સિટીલાઈટ (સુરત) ના સભ્‍યો હાજર રહી નવુ જોમ પૂラરુ પાડયુ હતું.

Related posts

ધરમપુરમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે ન્‍યુક્‍લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા લિ.ના ડે.જનરલ મેનેજર અમૃતેશ શ્રીવાસ્‍તવનું લોકપ્રિય વિજ્ઞાન વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

દીવમાં માછીમારોને દરિયો ખેડવાની પરવાનગી મળતા મચ્છીમારીની નવી મોસમનો આજથી વિધિવત આરંભ

vartmanpravah

વલસાડ જિલ્લામાં વાહકજન્‍ય રોગ નિયંત્રણ માટે આરોગ્‍ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

સંઘપ્રદેશની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દિલ્‍હી મુલાકાત દરમિયાન ઉપ રાષ્‍ટ્રપતિ સાથેની વાતચીતમાં પ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા લેવાતી વિશેષ કાળજીથી પરિચિત થયા

vartmanpravah

પારડી હાઈવે પર કારનું ટાયર ફાટતાં કાર રેલિંગમાં ધડાકાભેર અથડાઈ

vartmanpravah

વાપીનો યુવાન રાષ્‍ટ્ર પ્રેમનો મિશાલ બન્‍યો : 75મા ગણતંત્ર દિવસ 75 કીલોમીટર દોડ દોડી ઉજવ્‍યો

vartmanpravah

Leave a Comment