January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલી તાલુકાની 395 થી વધુ આંગણવાડીમાં શિક્ષણકાર્ય શરૂ થયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: રાજ્‍યભરમાં વિવિધ સંગઠનો દ્વારા સરકાર સામે પોતાની પડતર વિવિધ માંગણીઓ લઈ કર્મચારીઓ પોતાના કામોથી અળગા રહ્યા હતા. એ જ રીતે આંગણવાડી કાર્યકર બહેનો પણ પોતાની માંગણી સંદર્ભે હડતાલ પર જોડાતા સરકાર દ્વારા તેમની માંગણી સંતોષાતા આંગણવાડીમાં નાના ભૂલકાઓના કિલ્લોલ થી ગુંજી ઉઠી છે.
આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર પોતાની માંગણી સંદર્ભે 17 દિવસ જેટલી લાંબી હડતાલ પર જઈ પોતાની વિવિધ માંગણીઓને લઈ સરકાર સામે રણસિંગું ફૂંકી આંગણવાડી તાળા મારીને મેદાન ઉતરી હતી ત્‍યારે આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનો દ્વારા રોજ રોજ વિવિધ કાર્યક્રમો આપી સરકાર સામે વિરોધ નોંધાવ્‍યો હતો જેને લઈને સરકાર દ્વારા આંગણવાડીકાર્યકર બહેનોના ભથ્‍થામાં રૂા.2200 વધારીને રૂા. 10,000/- અને તેડાગર બહેનોના ભથ્‍થામાં રૂ. 1500/- વધારીને રૂા.5500/- કરવામાં આવતા આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનોની હડતાળ સમેટાઈ થઈ હતી. અને મંગળવારથી ફરી આંગણવાડી શરૂ થતા ચીખલી તાલુકાની 395-થી વધુ આંગણવાડીઓના નાના ભૂલકાઓ કિલ્લોલથી ગુંજી ઉઠી હતી.

Related posts

લોકસભા 2024ની ચૂંટણીમાં દમણ-દીવ બેઠક ઉપર ભાજપનો ઉમેદવાર કોણ?: અટકળોનું બજાર ગરમ

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં તા. 12 નવેમ્‍બરે લોક અદાલત યોજાશે

vartmanpravah

વલસાડ સરકારી ઈજનેરી કોલેજે રાષ્ટ્રીય કક્ષાએ NIRF Innovation-2023 રેંકીંગમાં મોખરાનું સ્થાન મેળવ્યું

vartmanpravah

પારડીની પરણીતાએ પતિ અને સસરા વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા મંકીપોક્‍સ, પાણીજન્‍ય અને વાહકજન્‍ય રોગો અંગે યોજાયો પ્રશિક્ષણ કાર્યક્રમ

vartmanpravah

આંખના દર્દીઓના લાભાર્થે ધરમપુર વિલ્સન હિલ પર હાફ મેરેથોન યોજાઈ, ૭૦૦ દોડવીરો દોડ્યા

vartmanpravah

Leave a Comment