February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના શશાંક જૈને 6-અંકના વર્ગમૂળમાં વર્લ્‍ડ રેકોર્ડ બનાવી ભારતનું નામ રોશન કર્યું

હાલ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા શશાંકે દુબઈમાં આયોજીત વર્લ્ડ મેન્ટલ સ્પોર્ટ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપીમાં વસતા પિતા સુંદરલાલ જૈને અને માતા સંગંતા જૈનનો 22 વર્ષિય પૂત્ર યુવા ગણિત શાષાી શશાંક જૈને 6 અંકની સંખ્‍યાઓના વર્ગમૂળની ગણતરીમાં નવો વિશ્વ રેકોર્ડ બનાવ્‍યો છે. 7 નવેમ્‍બરે શારજાહ યુ.એ.ઈ.માં આયોજીત આંતર રાષ્‍ટ્રીય 2024 વર્લ્‍ડ મેન્‍ટલ સ્‍પોર્ટ્‍સ ઓલિમ્‍પિક 2024માં મેન્‍ટલ મલ્‍ટીપ્‍લિકેશન અને મેન્‍ટલસ્‍કવેર રૂટમાં ગોલ્‍ડ મેડલ અને મેન્‍ટલ ડિવિઝનમાં બ્રોન્‍ઝ મેડલ મેળવી વાપી સહિત ભારતનું નામ રોશન કર્યું છે.
યુએઈ શારજાહમાં આયોજીત આંતરરાષ્‍ટ્રીય સ્‍પર્ધામાં માત્ર 27:36 સેકન્‍ડમાં શશાંકે આ સિધ્‍ધિ હાંસલ કરી હતી. નોંધનીય છે કે, તેનો પોતાનો જ અગાઉનો 61:34 સેકન્‍ડનો રેકોર્ડ તોડયો હતો. આ ઓલિમ્‍પિકમાં ભારત સહિત 40 દેશના 150 જેટલા સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. ઓસ્‍ટ્રેલીયામાં અભ્‍યાસ દરમિયાન છુટ્ટી લઈ સ્‍પર્ધામાં ભાગ લેવા દુબઈ પહોંચ્‍યો હતો. સ્‍પર્ધામાં ગોલ્‍ડ અને સિલ્‍વર મેડલ મેળવી ભારત આવી વાપીમાં રહેતા માતા-પિતાને સરપ્રાઈઝ આપી હતી. પરિવારે ખુશી વધાવી લીધી હતી. પ્રારંભથી જ માતા-પિતા અભ્‍યાસ માટે પ્રોત્‍સાહિત કરતા હતા તેવું શશાંકે જણાવ્‍યું હતું. શશાંકે 8 અંકની સંખ્‍યાઓના વર્ગમૂળની ગણતરીમાં 85.69 સેકન્‍ડમાં બીજો વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યો છે. વાપીમાં રહેતો જૈન પરિવાર મૂળ રાજસ્‍થાન ઉદયપુરનો વાપીમાં પિતા પ્રતિષ્‍ઠિત વેપારી છે. શશાંકે આજના યુગમાં સૌથી ઝડપી માનવ કેલ્‍ક્‍યુલેટર તરીકેની નામના મેળવી છે.

Related posts

વાપીમાં ડો.આશા ગાંધીના પેઈન્‍ટીંગનું સોલો એક્‍ઝિબિશન યોજાઈ ગયું

vartmanpravah

રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા પ્રથમવાર એવોર્ડ અપાશે, તા.08 માર્ચ સુધીમાં પુરાવા સાથે અરજી કરવી

vartmanpravah

ચાર દિવસ માટે પારડી રેલવે ફાટક બંધ રહેશે : રેલવે તંત્રએ જાહેરાત વિના અચાનક ફાટક બંધ કરતાં લોકો હાડમારીમાં મુકાયા

vartmanpravah

ડાભેલ આટિવાયાડમાં પ્લાસ્ટિક થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

દાનહ અને દમણ-દીવની સરકારી બેન્‍કના કર્મચારીઓની બે દિવસીય હડતાલ: સરકાર દ્વારા સરકારી બેન્‍કોને પ્રાઇવેટીકરણ કરવાનો વિરોધ

vartmanpravah

પોષણ અભિયાન દીવ દ્વારા હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાતે અડોલેસેન્‍સ ગર્લ્‍સ સાથે પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

Leave a Comment