મુખ્ય મહેમાન તરીકે લોકસભાના દંડક વલસાડ-ડાંગના સંસદ સભ્ય
ધવલભાઈ પટેલ રહ્યા હાજર
અતિથિ વિશેષ તરીકે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ
હેમંતભાઈ કંસારા રહ્યા હાજર
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: કેન્દ્રીય જળ શક્તિ વિભાગના કેબિનેટ મંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રતનાકરની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ (179) વલસાડ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ દ્વારા વલસાડ શ્રી ચન્દ્રમોલિશ્વર મહાદેવજી મંદીરખાતે ‘‘સ્નેહમિલન કાર્યક્રમ”નું આયોજન અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે કરવામાં આવ્યું હતું, મુખ્ય મહેમાન તરીકે લોકસભાના દંડક વલસાડ/ડાંગ ના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ તેમજ અતિથિ વિષેશ તરીકે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી હાજર રહ્યા હતા.
વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલે ‘સ્નેહમિલન કાર્યક્રમ’ મંચસ્ત મહાનુભાવો સહિત ઉપસ્થિત મહાનુભાવોનો શાબ્દિક સ્વાગત કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી, અને આવનાર સમયમાં કેન્દ્ર, રાજ્ય સરકાર દ્વારા વલસાડ શહેર, તાલુકામાં હાથ ધરનાર વિવિધ વિકાસના કામોની વિગતો આપી કેન્દ્ર સરકાર, તેમજ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલનો વિશેષ આભાર માન્યો હતો અને આવનારી ચૂંટણીઓ માટે સંગઠનની સૂચના મુજબ કાર્ય કરવાની સૂચના આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
લોકસભાના દંડક વલસાડ/ડાંગના સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલે ‘‘સ્નેહમિલન કાર્યક્રમ”માં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આવનાર સમયમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા એમના લોકસભા વિસ્તાર માટે જરૂરી તમામ વિકાસના કામો માટેયોગ્ય રજૂઆતો સંસદમાં અને રાજ્ય સરકાર સ્તરે પણ કરી હોવાની વાત કરી હતી, એમણે વિષેશ કરી ખેડૂત, માછીમારો, અને રેલવેના લોકજરૂરી પ્રશ્નોને વાચા આપી હોવાનું ઉમેર્યું હતું. આ સાથે જ સાંસદશ્રી તમામ કાર્યકર્તાઓ માટે હરહંમેશ એમની પડખે ઉભા રહેવાની ખાતરી આપી હતી.
જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા દ્વારા ઉપસ્થિત લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. લોકસભામાં તમામ વિધાનસભાઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી હતી અને સંગઠનની સૂચના મુજબ સદસ્યતા અભિયાન માટે કાર્યકર્તાઓની કામગીરીને પ્રોત્સાહિત કર્યા હતા. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર, અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કાર્યરત ગુજરાત સરકારની વિવિધ વિકાસના કાર્યોની વાત કરી હતી અને આવનાર સંગઠન પર્વ નિમિત્તે તમામને શુભકામનાઓ પાઠવી હતી.
આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી જીગીતસાબેન પટેલ, જિલ્લા સંગઠન મંત્રી અને વલસાડ શહેરના પ્રભારી શ્રીમતી હેતલબેન પટેલ, વલસાડ તાલુકા ભાજપના પ્રભારી શ્રી હર્ષદભાઈ કટારીયા,વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ, વલસાડ તાલુકા ભાજપના ઉપપ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ, વલસાડ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મીનાબેન પટેલ, ઉપપ્રમુખશ્રી સુનિલભાઈ પટેલ, વલસાડ તાલુકાના મહામંત્રી શ્રી અમૃતભાઈ ટંડેલ, શ્રી નીતિનભાઈ પટેલ, વલસાડ શહેર ભાજપના મહામંત્રી શ્રી ધર્મીનભાઈ શાહ, શ્રી અમરતભાઈ પટેલ, વલસાડ સરપંચ સંઘના પ્રમુખ શ્રી વિનોદભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો, વલસાડ શહેર, તાલુકાના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદેદારો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વલસાડ નગરપાલિકાના પૂર્વ સભ્યશ્રીઓ સહિત અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.