December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના ભાજપ આગેવાનો મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુંબઈ ગોરેગાંવ બેઠકના પ્રચાર માટે કાર્યરત થયા

ગોરેગાંવ બેઠક ચૂંટણીની જવાબદારી પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારને સોંપાઈ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: આગામી તા.20 નવેમ્‍બરના રોજ મહારાષ્‍ટ્ર વિધાનસભા સામાન્‍ય ચૂંટણી યોજાઈ રહી છે ત્‍યારે પ્રચાર ચરમ સીમા ઉપર છે. મુંબઈ ગોરેગાંવ સહિત મહાયુતિ ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે વાપીથી ભાજપના આગેવાનોનું પ્રતિનિધિ મંડળ પહોંચ્‍યું છે અને ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્‍યું છે.
મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણી ગોરેગાંવ બેઠકની જવાબદારી ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમારને સોંપાઈ છે. આ બેઠક ઉપર પૂર્વ રાજ્‍યમંત્રી અને ઉત્તર ભારતીય નેતા વિદ્યા ઠાકૂર ત્રીજીવાર ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્‍યું છે. તેમના ચૂંટણી પ્રચાર માટે વાપીથી નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, વાપી મંડળ ભાજપા પ્રમુખ બી.કે. દાયમા, ભાનુશાલી સમાજના અગ્રણી મૂળજીભાઈ કટારમલ સહિત કાર્યકર્તા, રાજસ્‍થાની સમાજ સંગઠનના આગેવાનો, પ્રવાસી ગુજરાતી સંગઠનો, ભાજપા ઉમેદવાર વિદ્યા ઠાકુરના ચૂંટણી પ્રચાર માટે મોટી સંખ્‍યામાં જોડાયા છે. કાર્યકર્તાઓ મુંબઈ, મલાડ, ગોરેગાંવ અને વિલેપાર્લે સહિત જુદા જુદા ક્ષેત્રોમાં સઘન પ્રચારની જવાબદારી અદા કરી રહ્યા છે. જ્‍યારે અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ ઉપ પ્રમુખ વસંત પરમાર (છીરી) અંબરનાથ વિધાનસભા બેઠકના ઉમેદવાર ડો.બાલાજી કિનીકરના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરીરહ્યા છે. હરિયાણાની જીત બાદ ભાજપના કાર્યકરોમાં પોતાના ઉમેદવારની જીત સુનિヘતિ કરવા કોઈ કસર છોડી રહ્યા નથી. પ્રત્‍યેક વિધાનસભા સીટ ઉપર ગુજરાત ભાજપને જવાબદારી સોંપાઈ છે.

Related posts

વલસાડમાં ગુજરાત રાજ્‍યમાધ્‍યમિક-ઉચ્‍ચત્તર માધ્‍યમિક બોર્ડની સામાન્‍ય ચૂંટણીનું મતદાન યોજાયું

vartmanpravah

18 વર્ષ બાદ દમણ કોર્ટથી આવેલો ચૂકાદો: દમણ પુલ દુર્ઘટના માટે ત્રણ એન્‍જિનિયરો દોષિત : બે વર્ષની સજા અને રૂા.16500નો દંડ

vartmanpravah

ખાણ ખનિજ ખાતાઍ માટી ખનન કરતા બે જેસીબી ઝડપી પાડ્યા

vartmanpravah

દાનહઃ સામરવરણી અને મસાટમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

વિકસિત ભારત સંકલ્‍પ યાત્રામાં સરકારી અધિકારીઓ અને નેતા વ્‍યસ્‍ત રહેતા વિકાસ કાર્યો ટલ્લે ચઢયા

vartmanpravah

આજે વલસાડ 20 રાઉન્‍ડ, કપરાડા 22 રાઉન્‍ડ, ધરમપુર 21 રાઉન્‍ડ, પારડી 18 રાઉન્‍ડ, ઉમરગામ 20 રાઉન્‍ડમાં મતગણતરી પૂર્ણ થશે

vartmanpravah

Leave a Comment