Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ટોકરખાડા સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલનુ આયોજન કરાયુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સમય સમય પર ફાયર સેફટીને ધ્‍યાનમાં લઈ પ્રદેશની વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓમાં ફાયર સેફટી જાગૃતતા કાર્યક્રમ રાખવામાં આવે છે. જે સંદર્ભે ટોકરખાડા હાઈસ્‍કૂલ પરિસર ખાતે ફાયરસેફટી જાગૃતતા કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. જેમા વિવિધ ટીમો જેવી કે ફાયર ફાઈટર ટીમ, મીડિયા ટીમ, ફાયર અલાર્મ ટીમ, બચાવ ટીમ, રેસ્‍કયુ ટીમ બનાવીને આગ લાગવાની ઘટનામાં કેવી રીતે કામગીરી કરવામાં આવે છે એની સમજ આપવામાં આવી હતી.
આ મોકડ્રિલમાં શાળા દ્વારા આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ થતા જ ફાયર સ્‍ટેશનથી શાળામાં પહોંચી હતી. ફાયરની ટીમ ઘટના સ્‍થળે પહોંચીને આગ ઓલવવાનુ કામ કર્યું હતુ. એ સાથે જ આગમાં ફસાયેલા લોકોને બચાવવાનુ, શાળામાંથી બહાર કાઢીને એસેમ્‍બલી સ્‍થળ સુધી લાવવાનુ કાર્ય કરવામાં આવ્‍યુ હતુ. અને ઘાયલોને ત્‍વરિત એમ્‍બ્‍યુલન્‍સના માધ્‍યમથી હોસ્‍પિટલ પહોંચાડીને સારવાર પણ આપવામાં આવી હતી. આ મોકડ્રિલમાં શાળાના સ્‍ટાફ, શિક્ષકો અને ફાયર વિભાગે ખૂબ સારી રીતે ભાગ લઈને મોકડ્રિલને સફળ બનાવી હતી.

Related posts

સાયલી નહેર નજીકથી યુવતીની લાશ મળી આવતા ચકચાર

vartmanpravah

આદિવાસી વિસ્‍તારનું નામ ગુંજતુ કરતી કપરાડાની શબરી છાત્રાલય, છેલ્લા 30 વર્ષમાં 3500 દિકરીઓ મફત શિક્ષણ મેળવી સફળતાના શિખરે પહોંચી

vartmanpravah

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા યુ.ટી. સ્‍તરીય ચિત્રકલા હરીફાઈ-2022નું આયોજન કરાશે

vartmanpravah

વલસાડ તિથલ બિચ પર સન્‍ડે સ્‍પોર્ટસ કલબ દ્વારા મેરેથોન યોજાઈ, 1300થી વધુ લોકો ઉત્‍સાહભેર દોડ્‍યા

vartmanpravah

ખાનવેલ-દૂધની રોડ પર સેલ્‍ટી પુલ પાસેના ડાયવર્ઝનનું ધોવાણ થતાં સ્‍થાનિકો પરેશાન

vartmanpravah

દાનહની ઉમરકૂઈ સરકારી શાળામાં સ્‍પર્શેન્‍દ્રિય રક્‍તપિત્ત રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment