January 16, 2026
Vartman Pravah
દમણ

ભાજપના દમણ જિલ્લા ઉપાધ્યક્ષ બળવંતભાઈ યાદવે વિશ્વકર્મા જયંતિ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પૂજા હવન કરાવ્યો

  • મશાલ ચોક સ્થિત બાળકોને બિસ્કિટ, ફળ અને મીઠાઈનું કરેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)

દમણ, તા.૧૭
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી માટે ૧૭ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર સુધી સેવા અને સમર્પણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપના દમણ જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી બળવંતભાઈ યાદવે વિશ્વકર્મા જયંતિ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પૂજા હવન કરાવ્યો અને મશાલ ચોક સ્થિત બાળકોને બિસ્કિટ, ફળ અને મીઠાઈનું વિતરણ કર્યું હતું.
આજે તા.૧૭/૦૯/૨૦૨૧ રોજ, સંઘપ્રદેશ દમણ જિલ્લામાં દાનહ અને દમણ દીવ ભાજપ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ ઉજવી રહ્ના છે. ભાજપ દમણ જિલ્લા પ્રમુખ શ્રી અસ્પી દમણિયાના નેતૃત્વમાં દમણ જિલ્લા ઉપ પ્રમુખ શ્રી બળવંતભાઈ યાદવે જિલ્લા ટીમ સાથે વિશ્વકર્મા જયંતિ પ્રસંગે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પૂજા-હવન કરાવ્યું હતું અને બિસ્કિટ, મશાલ ચોક સ્થિત બાળકોને ફળ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દમણ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજીવભાઈ ભટ્ટ, જિલ્લા ઉપ પ્રમુખ રૂક્ષ્મણીબેન, શ્રી બળવંતભાઈ યાદવ, જિલ્લા મંત્રી શ્રી કિરીટભાઈ દમણિયા, શ્રી શિવકુમાર, ભીમપોર મંડળના પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

સેલવાસ પોલીસે પીપરીયામાંથી 7 જુગારીયાઓને ઝડપી પાડયા

vartmanpravah

દમણ નગર પાલિકા બળવાના માર્ગે? : દમણ ન.પા.ની વિશેષ બેઠકમાં તમામ કાઉન્‍સિલરો ગેરહાજર

vartmanpravah

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંક દ્વારા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મહત્ત્વાકાંક્ષી ‘‘ગૌ લીલા” યોજનાનો આરંભ

vartmanpravah

સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગની ઉત્‍કૃષ્ટ પહેલ દાનહ અને દમણની 365 આંગણવાડીઓમાં બાળકોને અક્ષય પાત્ર યોજના દ્વારા સ્‍વાદિષ્‍ટ અને પૌષ્‍ટિક મધ્‍યાહન ભોજન આપવામાં આવશે

vartmanpravah

દમણ જિલ્લા કલેક્‍ટર અને સંયુક્‍ત શ્રમ આયુક્‍ત સૌરભ મિશ્રાએ 18 શ્રમિક પરિવારોને સામી હોળીએ કરાવી દિવાળીના આનંદની અનુભૂતિ

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ : દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

vartmanpravah

Leave a Comment