Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શ્રી સુધીર ફડકે પાસે એક લાઈટ મશીનગન હતી જે છુપાવવા મટે તેમણે વાયોલીન રાખવાની ફીડલનો ઉપયોગ કર્યો હતો, છતાં તેની ગમે ત્‍યાં તપાસ થઈ શકે એવો ભય તો માથે રહેતો જ

(..ગતાંકથી ચાલુ)
શ્રી સુધીર ફડકે પાસે એક લાઈટ મશીનગન હતી જે છુપાવવા મટે તેમણે વાયોલીન રાખવાની ફીડલનો ઉપયોગ કર્યો હતો, છતાં તેની ગમે ત્‍યાં તપાસ થઈ શકે એવો ભય તો માથે રહેતો જ.
બીજા એક પ્રસંગમાં બેળગાંવથી મળેલો થોડો દારૂગોળો ગિરગાવમાં આવેલા શામરાવ લાડના ઘરમાં કપડાંની થેલીમાં ભરીને રાખ્‍યો હતો. એકવાર કોઈ વાતની ચર્ચા કરવા બધા એકઠા થયા હતા ત્‍યારે અચાનક જ થેલીમાંથી ધુમાડો નીકળવા લાગ્‍યો. જોતજોતામાં તો આખું ઘર અને આખો મહોલ્લો ધુમાડાથી ભરાઈ ગયો. બધાં ખૂબ જ ગભરાયાં, એક ક્ષણનો પણ વિલંબ થાત તો આખી ઈમારત કડડભૂસ થઈ જાત પણ એટલામાં જ એક જણે એ થેલી એમ જ ઉપાડીને પાણી ભરેલા પીપડામાં નાખતાં જ થોડી વારમાં ધુમાડો ઓછો થઈ ગયો અને બધાંના જીવમાં જીવઆવ્‍યો.
પુણેમાં બનેલો આ પ્રસંગ તો આનાથી પણ વધુ વિલક્ષણ છે. હૈદરાબાદથી ચાર રાઈફલ અને તેની બુલેટનાં મેગઝીન લાવતી વખતે પુણે સ્‍ટેશનની બહાર નીકળતાં જ પોલીસે તેમને અટકાવ્‍યા. ઘણી મોટી કિંમત ચૂકવીને મેળવેલાં શષાો પકડાઈ જશે એ વિચારથી બધાંને ખૂબ દુઃખ થયું. પરંતુ પોલીસે તેની અંદરનો માલ ચકાસ્‍યા વગર માત્ર ચારસો રૂપિયાની માગણી કરી. પોલીસને પેટીની અંદરના માલમાં કોઈ રસ ન હતો પણ અફીણ કે ગાંજો હશો તો પૈસા પડાવી શકાશે એ વિચારથી જ તેઓ પૈસાની માગણી કરતા હતા. પરંતુ દુર્ભાગ્‍યની વાત એ હતી કે તે સમયે કોઈની પાસે એટલા પૈસા ન હતા. અતિશય દુર્લભ અને મોંઘાંદાટ શષાો ઘણી મહેનત પછી મેળવ્‍યાં અને હવે તે છોડાવવાની શક્‍યતા હોવા છતાં માત્ર થોડા પૈસાના અભાવે ગુમાવવાં પડે એવી વિચિત્ર સ્‍થિતિ ઉદ્‌ભવી, ત્‍યારે ગમે તે રીતે આ શષાો બચાવવાના આશયથી આ ગંભીર સ્‍થિતિમાં પણ બીજી વધુ જોખમી ‘રમત’ રમવાનું તેમણે નક્કી કર્યું. ‘શહેરમાં જઈને અમે તર જ ચારસો રૂપિયા આપી દઈશું. તે પહેલાં અહીં કોઈ હોટેલમાં આપણે જમી લઈએ.’ એવું સુચન તેમણે કર્યું અને પોલીસોએ પણ તે માન્‍ય રાખ્‍યું. નજીકની હોટલમાં જઈને બધાં જમવા બેઠાં તે દરમિયાન પેલી પેટી કાઉન્‍ટર પાસે રાખી હતી. જમતાં જમતાં જબે જણા કોઈક કારણ બતાવીને ઉભાી થયા અને પોલીસની નજર ચુકાવીને પેટી બહાર લઈ ગયા અને એક હાથગાડીમાં મૂકી પલાયન થઈ ગયા. જમી લીધા પછી, પેટી બહાર નીકળી ગઈ છે એની ખાતરી થઈ જતાં બાકીના ચાર જણાએ પોલીસની સામે જ એવી બૂમાબૂમ કરી મૂકી કે બિચારા પોલીસ પોતે જ ગુનેગાર હોય તેમ ક્ષમા માગીને પોલીસ સ્‍ટેશન તરફ ચાલતા થયા.
આટલા પ્રયત્‍નો પછી જે શષાો મેળવ્‍યાં હતાં તેની સંખ્‍યા માત્ર 6 રાયફલ્‍સ, બે રીવોલ્‍વર અને એક મશીનગન એટલી જ હતી. સંખ્‍યાના પ્રમાણમાં તેની કિંમત ઘણી વધારે ચૂકવવી પડી હતી. શષાો એકઠાં કરવાના કાર્યમાં મોટા ભાગના અનુભવો આવા દુઃખદ જ હોય છે. શષાોની યોગ્‍યતાના પ્રમાણમાં તેની કિંમત ઘણી વધારે હોય છે, છેતરપીંડી પણ ઘણી થતી હોય છે, તેમ જ શષાો પૂરાં પાડવા માટે અપાતાં વચનો પણ મોટેભાગે તો ખોટાં જ સાબિત થતાં હોય છે.
આમ મર્યાદિત માનવબળ અને સાધનસામગ્રી સાથે અમર્યાદિત નિષ્‍ઠા, સાહસ અને રાષ્‍ટ્રપ્રેમના સહયોગથી બ્રાઝીલ, અંગોલા જેવા, ભારત કરતાં પણ મોટા પ્રદેશ પર સત્તા ધરાવતા પોર્ટુગીઝોને પડકાર આપવો એ ઘણી મોટી વાત હતી. એની યોજના તો તૈયાર થઈ. થોડાં ઘણાં માણસો અને શષાો પણ એકત્ર કર્યાં. હવે પ્રશ્ન હતો આવશ્‍યક ધન મેળવવાનો. આ સંગ્રામમાં ભાગ લેનારાયુવાનો તો બધા નોકરિયાત વર્ગના અથવા નાનો વ્‍યવસાય કરનારા હતા. આ યોજનાની તૈયારીના ભાગરૂપે ક્‍યાંય જવા આવવાનું થાય તો ભાડાના પૈસાની વ્‍યવસ્‍થા પણ કરવાની રહેતી. એમાંથી રમણ ગુજરની સ્‍થિતિ જરા સારી કહી શકાય તેવી હતી. પરંતુ તેમના પર દેવાનો મોટો બોજો હતો. આ બધી બાબતો ધ્‍યાનમાં રાખીને આ યોજના માટે આવશ્‍યક ધન ફાળો ઉઘરાવીને એકવું કરવું એ વિચાર પર ચર્ચા થઈ. પરંતુ ભારતીય સ્‍વાતંત્ર્યસંગ્રામ એટલે સત્‍યાગ્રહ આંદોલન એવી માનસિકતા જ્‍યાં રૂઢ થયેલી હતી તે સમાજમાં સશષા ચઢાઈ દ્વારા આ પ્રદેશ મુક્‍ત કરવાની યોજનાની જાહેરાત કરવા જેવી ન હતી. કારણ કે તેમાંથી આ વાતની ગંભીરતા ધ્‍યાનમાં આવવાને બદલે અનાવશ્‍યક વિવાદ ઉભો થવાની શક્‍યતા વધુ હતી. એટલે એ વિચાર પડતો મૂકીને કેટલાક ગણતરીના લોકો પાસેથી જ મદદ મેળવવી એવો વિચાર પાકો થયો.

(ક્રમશઃ)

Related posts

પાંચાણી ફાઉન્ડેશનનાં યોગેશભાઈ પાંચાણી દ્વારા ‘આયુષ્માન કાર્ડ’ નિ:શુલ્ક કાઢી આપવામાં આવશે.

vartmanpravah

ચીખલી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવેના સર્વિસ રોડના નવીનિકરણનું હાઈવે ઓથોરિટી દ્વારા કામ હાથ ધરાયું : વાહન ચાલકોને રાહત થશે

vartmanpravah

સંઘપ્રદેશ રાજભાષા વિભાગ દ્વારા એક દિવસીય હિંદી કાર્યશાળા યોજાઈ

vartmanpravah

વાપી ગુંજનમાં નોટિફાઈડ દ્વારા ટ્રાફિક નડતરરૂપ દબાણો હટાવવા ડિમોલીશન કાર્યવાહી

vartmanpravah

દાનહ-ખેરડી ગામે મહેસુલ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન નજીક બાઈક સવાર યુવાનો લેબર કોન્‍ટ્રાક્‍ટરની બેગ ખેંચી 10 લાખ લઈ ફરાર

vartmanpravah

Leave a Comment