(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: વાપી ખાતે 180-પારડી વિધાનસભા મતવિસ્તારનું ભારતીય જનતા પાર્ટીનું પારડીના લોકલાડીલા ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી તેમજ પારડી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈના આવકારથી મુખ્ય મહેમાન તરીકે લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, અતિથિવિશેષ શ્રી વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, શ્રી રાજેશભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપ ચૂંટણી અધીકારીની ઉપસ્થિતિમાં વાપી ખાતે 180-પારડી વિધાનસભા મતવિસ્તારનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, રાજુલાના પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર, ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય શ્રીઅરવિંદભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી મહેશભાઈ દેસાઈ સહિત પારડી તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, વાપી નોટિફાઈડ ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ, વાપી નગર પાલિકા પ્રમુખ શ્રી પંકજભાઈ પટેલ, વાપી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મનોજભાઈ પટેલ, પારડી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દક્ષેશભાઈ પટેલ, વાપી તાલુકા સરપંચ સંઘ પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ પટેલ, પારડી તાલુકા સરપંચ સંઘ પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
—-