December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 138 ગામોમાં ‘‘મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

ગામમાં 75 છોડનું વાવેતર કરી વીરોના બલિદાનને યાદ કરી શીલા ફલકમ પાસે શ્રધ્‍ધાંજલિ અપાઈ

પંચ પ્રણ પ્રતિજ્ઞા અને સેલ્‍ફી, વસુધા વંદન, વીરોને વંદન અને ધ્‍વજવંદન કરાયુ: જિલ્લાના 385 ગામોમાં વીરોને નમન કરવાનો ભાવ દર્શાવતી શિલા ફલકમ બનાવવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09
આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત સમગ્ર દેશ સહિત વલસાડ જિલ્લામાં મુખ્‍ય 5(પાંચ) થીમ આધારિત ‘‘મારી માટી- મારો દેશ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. ‘‘માટીને નમન, વીરોને વંદન” થીમ પર યોજાયેલા આ કાર્યક્રમનો તા.09મી ઓગસ્‍ટથી વલસાડ જિલ્લામાં શુભારંભ થયો હતો.
વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કા રૂપે બુધવારે 138 ગામોમાં કલસ્‍ટર પ્રમાણે વર્ગ-1ના અધિકારીઓ અને તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્‍યો, ગામના સરપંચ અને વડીલો તેમજ નિવૃત્ત સૈનિકો અને શહિદોના પરિવારજનોની ઉપસ્‍થિતમાં ‘‘મારી માટી- મારો દેશ” કાર્યક્રમ દેશભક્‍તિના રંગે યોજાયો હતો. જિલ્લાના 385 ગામોમાં માતૃભૂમિની સ્‍વતંત્રતા અને ગૌરવની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારવીરોને નમન કરતી શિલા ફલકમ બનાવવામાં આવી છે. ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્‍તિના નારા સાથે ગામમાં રેલી કાઢવામાં આવી હતી. જે શિલા ફલકમ સ્‍થળે પહોંચી હતી જ્‍યાં ગામના વડીલો અને અધિકારી-પદાધિકારીની ઉપસ્‍થિતિમાં મહાનુભાવોએ હાથમાં દીવો લઈ વીરોને વંદન કર્યુ હતું. જિલ્લાના કુલ 470 ગામમાં અમૃત વાટિકા બનાવવામાં આવી છે. જે પૈકી આજે 138 ગામમાં 75 વૃક્ષો રોપી માટીને નમન અને વીરોને વંદન કરાયુ હતું. બાદમાં પંચ પ્રણ પ્રતિજ્ઞા લઈ રાષ્‍ટ્ર પ્રત્‍યેની ભાવના ઉજાગર કરી હતી. મહાનુભાવના હસ્‍તે ધ્‍વજવંદન કરી રાષ્‍ટ્રગાન કરવામાં આવ્‍યું હતું.
ઉલ્લેખનીય છે કે, ‘‘મારી માટી- મારો દેશ” કાર્યક્રમ મામૃભૂમિ પ્રત્‍યે કળતજ્ઞતા વ્‍યક્‍ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્‍માન કરવા દેશભરમાં યોજાઈ રહ્યો છે. આ માટે વલસાડ જિલ્લાના તમામ 470 ગામોમાં દરેક ગ્રામ પંચાયત/તાલુકા પંચાયત/નગરપાલિકામાં મુખ્‍યત્‍વે 05 (પાંચ) થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગ્રામ કક્ષાએ એકત્રિત થયેલી માટી તાલુકા કક્ષાએ કળશમાં પહોંચાડવામાં આવશે. કળશ સાથે વલસાડ જિલ્લાના 6 તાલુકામાંથી 6 યુવાનો તેમજ પ (પાંચ) પાલિકામાંથી પાંચ યુવાન કર્તવ્‍ય પથ નવી દિલ્‍હી સુધી જશે અને આઝાદી કા અમૃત મહોત્‍સવ સ્‍મારકતેમજ અમૃત વાટીકા બનાવીને માતૃભૂમિના નિર્માણ માટે પ્રાણ ન્‍યોછાવર કરનાર વીરોને શ્રધ્‍ધાંજલી અર્પણ કરવાના રાષ્‍ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં સહભાગી બનશે. તા.29 થી 30 ઓગસ્‍ટ દરમિયાન કર્તવ્‍ય પથ દિલ્‍હી ખાતે મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમનું સમાપન કરાશે. તમામ નાગરિકો પોતાની સેલ્‍ફી લઈ વેબસાઈટ ત્ર્દ્દદ્દષ્ટતઃ//ળફૂશ્વશર્ળર્ીીદ્દશળફૂર્શ્વીફુફૂતત્ર્.ંિંરુ.શઁ/ ઉપર અપલોડ કરી વીરો શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં પોતાની ભાગીદારી નોંધાવશે.

Related posts

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ગોરગામ પીએચસી સહિત તેમના હસ્‍તકના તમામ 7 સબ સેન્‍ટરો નેશનલ લેવલે ક્‍વોલિફાઈડ થયા

vartmanpravah

સાપુતારા ઘાટ માર્ગ પર લાકડા ભરેલો ટ્રક કાર ઉપર પડ્યોઃ કાર નીચે ચગદાઈ જવાથી બાળક સહિત પાંચ લોકોના મોત

vartmanpravah

દમણ પોલીસે લૂંટના ગુનામાં બે આરોપી સહિત કબ્‍જે કરેલો મુદ્દામાલ

vartmanpravah

સરીગામ પંચાયતની બજેટ મંજૂરી માટે બોલાવેલી ખાસ સામાન્‍ય સભા રાજકીય રીતે પૂર્ણ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘સફાઇ મિત્ર સુરક્ષા’ શિબિર યોજાઈ

vartmanpravah

સમગ્ર શિક્ષણ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી શાળા તિનોડામાં માઁ-બેટી મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment