July 27, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

આંતરરાષ્‍ટ્રીય દિવસ પર અનુરાગ સિંહ અને મનિષ ઝા દ્વારા વિશેષ સેમિનારનું સમાપન


ભારત સ્‍કાઉટ ગાઈડના 8 સભ્‍યોને દાનહ હીરો એવોર્ડથી સન્‍માનિત : રુબિના સૈયદ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
આંતરરાષ્‍ટ્રીય દિવસ પર શ્રી અનુરાગ સિંહ અને શ્રી મનિષ ઝા દ્વારા વિશેષ સેમિનારનું સમાપન કરવામાં આવ્‍યું હતું. જેમાં રુબીના સૈયદના નેતૃત્‍વમાં આજે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશ મુખ્‍ય કચેરી ડોકમર્ડી ખાતે પપ સભ્‍યોની ટીમ સાથે આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય આજના યુવાઓને શાંતિપ્રત્‍યે જાગૃત કરવાનો અને યુવા પેઢીને પોતાના કાર્યો પ્રત્‍યે સજાગ કરવા હતો. જેમા શાંતિ શેમાં મળે છે અને લક્ષ્યની પ્રાપ્ત કેવી રીતે થાય છે. સાથે સાથે શ્રી અનુરાગ સિંહ અને શ્રી મનિષ ઝા દ્વારા ભારત સ્‍કાઉટ ગાઈડ સેવા અને કાર્યકલાપોને મેસેંજર ઓફ પીસ સાઈટ પર કેવી રીતે અપલોડ કરી 100 કલાક સેવા કાર્યમાં પૂર્ણ થતા આંતરરાષ્‍ટ્રીય મુખ્‍ય મથકથી રીંગ બૈજની પ્રાપ્તી કેવી રીતે થઈ શકે ત અંગે વિસ્‍તારથી સમજણ આપવામાં આવી હતી તેમજ ટીમના કાર્યનું સંચાલન અને સંપન્નની વિધિ વિસ્‍તારપૂર્વક રમત દ્વારા દર્શાવી હતી. જેના દ્વારા એ જણાવવામાં આવ્‍યું હતું કે ટીમના નેતૃત્‍વ પર ધ્‍યાન આકર્ષિત કરી તમે કોઈપણ પ્રોજેક્‍ટ આવતીકાલે સફળતાપૂર્વક સંપન્ન કરી શકે છો. તમારુ લક્ષ્ય ચોક્કસ હોવું જોઈએ નહીતર તમે સફળ નહી થઈ શકો.
તમામ સહભાગીઓમાં સેવા ભાવના પ્રત્‍યે જાગરૂકતાનો પ્રસાર કરવામાં આવ્‍યો સાથે સાથે દાનહ ભારત સ્‍કાઉટના સક્રિય અને સદૈવ સહયોગ સ્‍કાઉટ ગાઈડ રોવર રેંજર સભ્‍ય શ્રી મનિષ ઝા, શ્રી અજય હરિજન, એશ્વર્યા ગાંગોડે, અનિતા ગુપ્તા, ગૌરવ પાટિલ, કાવ્‍યાંશ કુલશ્રેષ્‍ઠ, અર્પિતા મિશ્રા અને અર્પિતા યાદવને ર0ર0-ર1 માટે દાનહ હિરો એવોર્ડથી રાજ્‍ય સચિવ શર્મિષ્‍ઠા દેસાઈ દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
જેમાં તમામ 8 સભ્‍યોને સન્‍માનિત કરતાશર્મિષ્‍ટા દેસાઈએ ગર્વ અનુભવતા પોતાના સંબોધનમાં જણાવ્‍યું હતું કે, દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના તમામ સક્રિય સભ્‍યો રાજયના મુખ્‍યમથક અને દાનહ પ્રશાસન દ્વારા આપવામાં આવેલા દિશા-નિર્દેશમાં કાર્યરત રહી અનુશાસન પૂર્વક દાનહ જ નહી પરંતુ સમગ્ર ભારતવર્ષના રાષ્‍ટ્રીય સ્‍તરે નેતૃત્‍વ કરી રહ્યા છે. જેમાં કોરોના કાળ-ર0ર0-ર1ના માટે પણ તમામ સક્રિય સભ્‍યોની પસંદગી કરી દાનહ હીરો એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
અંતે રૂબીનાબેન સૈયદે તમામનો આભાર વ્‍યક્‍ત કરી આજના કાર્યક્રમના રાજ્‍ય સમન્‍વયક શ્રી અનુરાગ સિંઘ અને શ્રી મનિષ ઝાનું પણ આભાર માન્‍યો હતો.

Related posts

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં નવરાત્રી પર્વ નિમિત્તે ઉત્‍સાહભેર કરાયેલી ઉજવણી

vartmanpravah

ડાંગ જિલ્લાના લાકડા ચોર, વિરપ્‍પનો, ખનીજ ચોરોમાં હડકંપ

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારમાંથી ઝડપાયેલ આશરે રૂા.9.24 કરોડનો દારૂનો નાશ કરાયો

vartmanpravah

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસની હાલત કફોડી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણ પોલીસે ‘નશામુક્‍ત પખવાડા’ની કરેલી ઉજવણીઃ શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ, ચિત્રકળા સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

ફડવેલ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ગર્ભાત્‍સવ સંસ્‍કાર યજ્ઞ યોજાયો

vartmanpravah

Leave a Comment