October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સેગવી પંચાયત ભાજપના સરપંચના નિવાસ સ્‍થાને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું સન્‍માન

સરપંચ મુકુંદ પટેલ ભાજપ સમર્પિત સરપંચ હોવા છતાં અનંત પટેલ સાથેની મુલાકાતથી રાજકારણ ગરમાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ જિલ્લામાં લોકસભા ચૂંટણીનો માહોલ આરંભાઈ ચૂક્‍યો છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની ડોર ટુ ડોર અને ગામડાઓમાં પ્રચાર માટેની દોડધામ ધમાલ આરંભાઈ ચૂકી છે. આ સમયગાળામાં વલસાડ જિલ્લા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલનું વલસાડ સેગવી પંચાયતના ભાજપ (સમર્થિત) સરપંચ મુકુંદ પટેલના નિવાસ સ્‍થાને સન્‍માન સાથે હારતોરા પહેરાવી મોં મીઠું કરવાની તાજી ઘટેલી ઘટનાને લઈ રાજકારણ ગરમાઈ જવા પામ્‍યું છે.
સેગવી ગામના સરપંચ મુકુંદ પટેલ ભાજપના સમર્થિત સરપંચ છે. ભાજપ સાથે સંકળાયેલા છે. તેમ છતાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર અનંત પટેલને નિવાસ સ્‍થાને બોલાવી સત્‍કાર સન્‍માન કરવામાં આવતા જ જિલ્લાના ભાજપમાં મુદ્દો ગરમાઈ જવા પામ્‍યો છે. ચૂંટણીમાં અનેક રંગ જોવા મળે છે. કંઠીઓ એકબીજા પક્ષની પહેરી લેવાતી હોય છે. કંઈક તેવો અણસાર સેગવીના સરપંચ મુકુંદ પટેલએ આપ્‍યો હોય તેવું નિર્દિષ્‍ઠ થયું છે. બીજી તરફ ભાજપ આગેવાનો પણ માથું ખંજવાળી રહ્યા છે કે આ શું બન્‍યું? રાજકારણમાં બધુ શક્‍ય છે તેવું સેગવી ગામે જોવામળ્‍યું છે.

Related posts

ડીએનએચ સિવિલ સોસાયટીના સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત

vartmanpravah

રખોલી પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલી નેશનલ હાઈવે થાલા પાસે સર્વિસ રોડ ઉપર રાત્રીના સમયે જ્‍વલંત કેમિકલ ભરેલ ટેન્‍કર ગટરમાં ઉતરી જતા નાસભાગ મચી

vartmanpravah

ધરમપુર માકડબન ગામની ખનકીના બ્રિજ ઉપરથી લક્‍ઝરી બસ પલટી મારી અડધી લટકી

vartmanpravah

ઉમરગામની કંપનીમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓની જાતિય સતામણી અંગે સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં બે માસમાં કન્જેક્ટિવાઈટિસના ૧૮૫૬ દર્દીઓની તપાસ કરાઈ

vartmanpravah

Leave a Comment