સ્પર્ધામાં વિજેતા ટીમને શિક્ષણ નિર્દેશક જતીન ગોયલના હસ્તે પુરસ્કાર આપી સન્માનિત કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના દિશા-નિર્દેશ અનુસાર દાદરા નગર હવેલી અનેદમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા સેલવાસ ખાતે ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત જિલ્લા સ્તરીય આંતર શાળા બેન્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશની વિવિધ શાળાની ટીમોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ સ્પર્ધાના સમાપન સમારંભના અવસરે શિક્ષણ નિર્દેશક શ્રી જતીન ગોયલે ઉપસ્થિત રહી વિજેતા ટીમોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. દરમિયાને તેમણે વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રમાં કારકિર્દી વિષયે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. આ સ્પર્ધા બાદ સંઘપ્રદેશ સ્તરીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે અને એ તેમાં વિજેતા ટીમ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પ્રદેશનું પ્રતિનિધિત્વ કરશે.
જિલ્લા સ્તરીય સ્પર્ધાનું આયોજન શિક્ષણ અધિકારી(રમતગમત) શ્રી ગૌરાંગ વોરાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. આ અવસરે શિક્ષણ વિભાગની ટીમ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.