Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લાના જનપ્રતિનિધિઓએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત : સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાનો રજૂ કરેલો રિપોર્ટ કાર્ડ

રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત કેવડિયા સ્‍ટેચ્‍યુ ઓફ ઓફ યુનિટી ખાતે આયોજીત ત્રણ દિવસીય પ્રશિક્ષણકાર્યક્રમમાં ભાગ લઈ પરત આવેલા સંઘપ્રદેશ દમણના જનપ્રતિનિધિઓ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.05
રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત કેવડિયા સ્‍ટેચ્‍યુ ઓફ ઓફ યુનિટી ખાતે આયોજીત ત્રણ દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમમાં ભાગ લઈ પરત આવેલા સંઘપ્રદેશ દમણના જનપ્રતિનિધિઓએ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે મુલાકાત કરી તેમનું અભિવાદન કરી આભાર પ્રગટ કર્યો હતો.
રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાન હેઠળ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી કેવડિયામાં ત્રણ દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સંઘપ્રદેશ થ્રીડીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં નક્કી કરાયેલા જનપ્રતિનિધિઓ અને અધિકારીઓને ક્ષમતા વર્ધન માટે આવશ્‍યક પ્રશિક્ષણ આપવામાં આવ્‍યું હતું. જે દરમિયાન ઉપસ્‍થિત જનપ્રતિનિધિઓ અને અધિકારીઓને રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત સંચાલિત ગતિવિધિઓની જાણકારી અપાતા ગ્રામીણ વિસ્‍તારના લોકોને લાભાન્‍વિત કરવા અંગે આહ્‌વાન કરવામાં આવ્‍યું હતું.
પ્રધાનમંત્રી ગ્રામ સ્‍વરાજ યોજનાથી જોડાયેલા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સૌભાગ્‍ય યોજના, જનધન યોજના, જીવન જયોતિ યોજના, સુરક્ષા વીમા યોજના અનેમિશન ઈન્‍દ્ર ધનુષ યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે સાથે આ તમામ યોજનાઓને છેવાડેના સ્‍તર સુધી પહોંચાડવા માટે દિશા-નિર્દેશ આપ્‍યો હતો.
આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં મોટીવેશનલ સેશન પણ રાખવામાં આવ્‍યું હતું. આ સેશનથી જનપ્રતિનિધિઓ પ્રભાવિત થયા હતા અને તેમને જીવનમાં આગળ વધવાની પ્રેરણા પણ મળી હતી.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, ભારત ગામડાઓમાં વસે અને દેશ ત્‍યારે સમૃદ્ધ બનશે જયારે આપણા ગામડાઓ સમૃદ્ધ બનશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકાર અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ગાંધીજીના ગ્રામ સ્‍વરાજની દિશામાં ઉલ્લેખનીય કામ કર્યા છે અને સતત કરતા રહે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા 24મી એપ્રિલ, ર018ના રાષ્‍ટ્રીય પંચાયત રાજ દિવસના અવસર પર રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્‍ય પંચાયતો અને ગ્રામ સભાઓની ક્ષમતાવૃદ્ધિ કરી તેમને મજબૂત કરવાનો છે. અને તેમના જનસહભાગીતા સુનિશિヘતિ કરવાની છે.
શ્રી નવિનભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, લગભગ છેલ્લા ત્રણ વર્ષોમાં રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત પંચાયતોને મજબૂત કરવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા ઘણા કામો કરવામાં આવી રહ્યા છે. પંચાયતોને પ્રશિક્ષણદ્વારા તેમની ક્ષમતાઓ અને વૃદ્ધિ પણ કરવામાં આવી રહી છે. આ પ્રશિક્ષણ કાર્યક્રમ બાદ આજે સંઘપ્રદેશ દમણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલની સાથે તમામ જિલ્લા પંચાયત સભ્‍યો, તમામ ગ્રામ પંચાયતના સરપંચોએ સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત કરી અભિવાદન કરી તેમનો હાર્દિક આભાર માન્‍યો હતો.

Related posts

સુરંગી પંચાયત વિસ્‍તારમાં રસ્‍તાઓ ઉપર ખાડાઓનું સામ્રાજ્‍યઃ વાહનચાલકો પરેશાન

vartmanpravah

સરીગામમાં ભંગારના ધંધા માટે લોહીયાળ જંગ

vartmanpravah

નવસારી જિલ્લાના કસ્‍બાપાર ખાતે પૂર્ણા નદી પર રૂા.110 કરોડના ખર્ચે પૂર્ણા ટાઈડલ રેગ્‍યુલેટર ડેમ પ્રોજેક્‍ટનું ખાતમુહૂર્ત કરતાં મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલ

vartmanpravah

ખતલવાડના માહ્યાવંશી સમાજની જમીન પર ભૂ-માફિયાઓની બગડેલી દાનત

vartmanpravah

બેંક ઓફ બરોડા, સેલવાસ બ્રાન્‍ચ દ્વારા MSME ક્રેડિટ શિબિર અને ગ્રાહક જાગૃતતા બેઠક યોજાઈ

vartmanpravah

પહેલી વખત સંઘપ્રદેશમાં યોજાયેલ શિયાળુ રમત ગમત કોચિંગ શિબિર સંપન્ન

vartmanpravah

Leave a Comment