(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : મોટી દમણની સરકારી ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલય, ઝરીનો વાર્ષિક રમતોત્સવ શનિવારે આનંદ ઉત્સાહ અને ધૂમધામથી મનાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શાળાના પ્રિન્સિપાલ શ્રી બી. કનને વિદ્યાર્થીઓના હોંશલાને પણ બુલંદ કર્યો હતો. પ્રિન્સિપાલશ્રીના માર્ગદર્શનમાં શ્રી હાર્દિકભાઈ પટેલ અને તેમની ટીમે દરેક શિક્ષક ભાઈ-બહેનોના સહયોગથી વાર્ષિક રમતોત્સવને ખુબ સફળ બનાવ્યો હતો. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને શાળાના પ્રિન્સિપાલ શ્રી બી. કનને મેડલ, ટ્રોફી અને ઈનામ આપી સન્માનિત કરી તેમના જુસ્સાને વધાવ્યો હતો.