Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ચેક રિટર્ન થવાના ગુના હેઠળ દમણ-દેવકાની પ્રતિષ્‍ઠિત હોટલ સી-રોક ઈનના માલિક જયશ્રી હર્ષદ પટેલ અને સંચાલક હર્ષદભાઈ પટેલને 6 મહિનાનીકેદની સજા

નાની દમણના વાપી-કુંતા રોડ સોમનાથ ખાતે આવેલ મેસર્સ શ્રી ગાયત્રી ટ્રેડર્સ પાસે ખરીદેલી સિમેન્‍ટ અને સ્‍ટીલના રૂા.રૂા.27 લાખ 87 હજાર 960ના આપેલા વિવિધ ચેકો રિટર્ન થયા બાદ પૈસાની ચુકવણી નહીં કરતાં દમણના જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટક્‍લાસ શ્રીમતી એસ. એન. સવાલેશ્વરકરે આપેલો ચુકાદો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : દમણ-દેવકાની પ્રતિષ્‍ઠિત ગણાતી હોટલ સી-રોક ઈનના માલિક-સંચાલક જયશ્રી હર્ષદભાઈ પટેલ અને હર્ષદભાઈ પટેલને ચેક રિટર્ન થવાના ગુનામાં નેગોશીએબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ્‍સ એક્‍ટ-1881 અંતર્ગત દોષિત ઠેરવી દમણના જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ શ્રીમતી એસ. એન. સવાલેશ્વરકરે દોષિત ઠેરવી 6 મહિનાની જેલ અને રૂા.55 લાખ 75 હજાર 920નું કમ્‍પેનશેસન એક મહિનાની અંદર ફરિયાદીને ચૂકવવાનો આદેશ કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નાની દમણના વાપી કુંતા રોડ, સોમનાથ ખાતે આવેલ શ્રી ગાયત્રી ટ્રેડર્સ પાસે ખરીદેલી સિમેન્‍ટના આરોપી હોટલ સી-રોક ઈનના માલિક જયશ્રીબેન હર્ષદભાઈ પટેલ અને સંચાલક હર્ષદભાઈ પટેલે રૂા.27 લાખ 87 હજાર 960ના અલગ અલગ ચેકો પોતાના હિસાબના પતાવટ રૂપે આપ્‍યા હતા. ફરિયાદીએ બેંકમાં જમા કરતાં તે રિટર્ન થતાં નામદાર અદાલત પાસે દાદ માંગી હતી. જેના અનુસંધાનમાંજ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ શ્રીમતી એસ. એન. સવાલેશ્વરકરે આરોપી જયશ્રી હર્ષદભાઈ પટેલ અને હર્ષદભાઈ પટેલને 6 મહિનાની જેલ અને રૂા.55 લાખ 75 હજાર 920નું કમ્‍પેનશેસન એક મહિનાની અંદર ચુકવવાનો આદેશ કર્યો છે.

Related posts

અતુલ સેકન્‍ડ ગેટ વિસ્‍તારના બંગલામાં ચોરી : તસ્‍કરોએ જતા જતા કાજુ-બદામની જયાફત પણ માણી

vartmanpravah

દીવ જિ.પં. પ્રમુખ અમૃતાબેન બામણિયાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ છરવાડા અંડરપાસની ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વાપી છરવાડા પંચાયતના માજી સરપંચ હેમંત પટેલને વાપી કોર્ટે ચેક રિટર્ન કેસમાં સજા ફટકારી

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં 76.35 ટકા મતદાનઃ 4 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ

vartmanpravah

‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત રાંધા ગામમાં પોષણ કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment