(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: વાપી ખાતે આવેલ સીબીએસસી શાળા સમર્પણ જ્ઞાન સ્કૂલમાં તારીખ 15મી જૂનને શનિવારના રોજ 13માં શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમસ્ત શાળા પરિવારે ભાગ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ટ્રસ્ટી મેમ્બર લાયન નિર્મળા પટેલ, સ્કૂલ ફાઉન્ડર ટ્રસ્ટી લાયન મૂકેશ પટેલ, ચેઅર પર્સન લાયન હીના પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ સહર્ષ ભાગલીધો હતો. કાર્યક્રમની શરૂઆત ભગવાનને યાદ કરતાં મધુર સવારે પ્રાર્થના ગાઈ કરાઈ, ત્યારબાદ બાળકો દ્વારા સંગીત ગાયન, નૃત્ય, અને વકત્વ દ્વારા પોતાના અનુભવ કહેવાયા હતા. સ્કૂલમાં પહેલા વર્ષથી ફરજ બજાવતા સ્ટાફને આ ખાસ અવસરે ઈનામ આપી સન્માન કરાયું હતું. આ સાથે શિક્ષકગણોએ પણ પોતાની લાગણી અને અનુભવ કહી જણાવ્યા હતા. આ ખાસ અવસરે સ્કૂલ ફાઉન્ડર ટ્રસ્ટી લાયન મૂકેશ પટેલે બાળકોને શુભેચ્છા પાઠવતા આગળ વધવા તેમજ લક્ષ પ્રાપ્તી માટે શ્રમનું મહત્વ સમજાવ્યું હતું. ચેઅર પર્સન લાયન હીના પટેલે પણ શુભેચ્છા પાઠવતા બાળકોને આશીર્વચનો કહ્યા હતા. સમગ્ર શાળા પરિવારમાં ખુશીની લહેર છવાયેલી જણાઈ રહી.