(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: 108 ટીમને મળેલા કોલ મુજબ દહીંખેડ વીર પોંધા ગામ દર્દી નિર્મલાબેન અને બુરવડ (કોકણમાલ ફળીયા) ગામના મહિલા દર્દી શીલાબેનને પ્રસુતિની પીડા ઉપડતા તેમના સગાઓએ108ને કોલ કર્યો હતો. કોલ મળતાની સાથે કપરાડા-3(માંડવા) 108ના ઈએમટી પ્રિયંકા પટેલ અને પાયલોટ મલેશભાઈ ઘટના સ્થળે પહોંચી મહિલાને એમ્બ્યુલન્સમાં લઈ સરકારી હોસ્પિટલ નાનાપોંઢા જવા રવાના થયા હતા. દર્દીને ત્યાંથી લઇ આગળ જતા અડધે રસ્તે પ્રેગ્નન્સીનો અસહ્ય દુઃખાવો ઉપડયો હોવાથી ત્યાં જ 108ની ટીમ ઈએમટી પ્રિયંકા પટેલે એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. ડિલિવરીમાં થોડી તકલીફ પડી હતી પરંતુ સફળતા પૂર્વક ડિલિવરી કરાવી હતી. ડિલિવરી થયા પછી તરત જ ઈએમટી પ્રિયંકા પટેલે 108ની હેડ ઓફિસમાં ડોક્ટર સૌરભ અને મિહિર સાથે કોન્ફરન્સ કરી તેમના માર્ગદ્શન હેઠળ દર્દીને જરૂરી ઈન્જેક્શન ઓક્સીટોસિન અને અન્ય સારવાર આપી દર્દી (માતા અને બાળક)ને સહી સલામત સરકારી હોસ્પિટલ નાનાપોંઢા ખાતે ખસેડવામાં આવ્યા હતા. આમ દર્દીના પરિવારે 108ના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
